બેઠક:ઇફતાર પાર્ટીમાં જોડાઇ RSS અને હિન્દુ અગ્રણીઓએ એકતાનો સંદેશો આપ્યો

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇખર ગામે મુસ્લિમ રાષ્ટ્રીય મંચ દ્વારા કોમી એકતાની બેઠક યોજાઇ

રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘ પ્રેરીત મુસ્લિમ રાષ્ટ્રીય મંચ દ્વારા શાંતિ સલામતી અને કોમી એકતાનો સંદેશો આપવા માટે હિન્દૂ મુસ્લિમ સમુદાયના લોકો તેમજ પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને આરએસએસના નેતાઓને આમત્રંણ આપી સમગ્ર ગુજરાતમા કોમી એકતા સાથે ઈફ્તાર પાર્ટી નું આયોજન કરવા મા આવી રહ્યું છે. ઈફ્તાર પાર્ટી નું આયોજન મૂળ ઇખર ગામ ના વતની એવા ગુજરાત પ્રદેશ મુસ્લિમ રાષ્ટ્રીય મંચ ના સંયોજક સલીમ પઠાણ ના નિવાસ સ્થાને કાર્યક્રમ રાખવા મા આવ્યો હતો.

કાર્યક્રમમાં આરએસએસની અખિલ ભારતીય કાર્યકારિણીના સભ્ય ઈન્દ્રેશ કુમારની સૂચના અને આદેશ થી મુસ્લિમ રાષ્ટ્રીય મંચ ના રાષ્ટ્રીય સંયોજક મોહમ્મદ અફજાલ તેમજ રાષ્ટ્રીય સંયોજક ઈસ્માઈલ અબ્બાસજીની તેમજ રાષ્ટ્રીય કોષા અધ્યક્ષ બદરુદ્દીન હાલાણી તેમજ સહ સંયોજક ઈકબાલ ડેરૈયા તેમજ ખાસ તાલુકામાંથી આમંત્રિત ડી.કે સ્વામી તેમજ ભાજપ ના તાલુકા મહામંત્રી ડો. રાઉલજી તેમજ જિલ્લાના આરઆરએસના નીરવ પટેલ, વિજય શાહ વગેરે ખાસ ઉપસ્થિત રહી હિન્દૂ મુસ્લિમ એકતા નો સંદેશો પાઠવ્યો હતો.

સમગ્ર કાર્યક્રમ મા ઇખર ગામ તેમજ તાલુકા ભર માંથી સ્થાનિક હિન્દૂ મુસ્લિમ ભાઈ બહેનો પણ ઈફ્તાર પાર્ટી મા મોટી સંખ્યા મા જોડાયા હતા. આમોદ નાહિયેર ગુરુકુળના ડીકે સ્વામી એ મીડિયા સમક્ષ સંબોધતા કહ્યું હતું કે પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે ત્યારે કોમી એકતા સાથે ઈફ્તાર પાર્ટીનું આયોજન થયું છે ત્યારે કોમી એકતાનો સંદેશો આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...