ફરિયાદ:સોનાના દાગીનાના એડવાન્સ 1.70 લાખ લઇ જ્વેલર્સ ફરાર

ભરૂચ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

આમોદના દરબાર રોડ વિસ્તારમાં રહેતાં બશીર મજલેસાબ રાણાની પત્ની અને પુત્રવધુના નવા દાગીના બનાવવાના હતાં. જેના પગલે તેઓએ ગત 24મી જૂલાઇએ આમોદના જ દિલાવર મંજીલ પાસે આવેલાં તેમના મિત્ર કલ્પેશ અમૃતલાલ સોનીની અનુરાધા જ્વેલર્સ નામની દુકાનામાં ગયાં હતાં. જ્યાં તેમણે તેમની પુત્રવધુ અનિષશા માટે સોનાનો દોઢ તોલાનો અને સવા ચાર તોલાના હારનો ઓર્ડર આપ્યો હતો.

જેના બદલામાં 70 હજાર એડવાન્સ આપ્યાં હતાં. જ્યારે તેમની પત્ની હમીદા માટે સાડા પાંચ તોલાનો હાલ નક્કી કરતાં તેના માટે 1 લાખ રૂપિયા એડવાન્સ આપ્યાં હતાં. સોનીએ 28મી જૂલાઇએ હાર આપવાનું જણાવ્યું હતું. જોકે, તે બાદથી તેનો ફોન બંધ આવતાં દુકાને તપાસ કરતાં તે પણ બંધ હોઇ તેમની સાથે ઠગાઇ થઇ હોવાનું માલુમ પડ્યું હતું. જેના પગલે તેમણે આમોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...