શ્વાનને બચાવાયો:વાલિયા ગામના જીવદયા પ્રેમીએ સીલુંડી ચોકડી નજીક ખાળકૂવામાં પડેલા શ્વાનને રેકસ્યુ કરી બચાવ્યો

ભરૂચએક મહિનો પહેલા
  • 1 કલાકનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી ભારે જહેમત બાદ શ્વાનને ખાળકૂવામાંથી બહાર કઢાયો
  • સ્થાનિકોએ કિરણ વસાવાને જાણ કરતાં તેઓ તેમની ટીમ સાથે સ્થળ પર દોડી આવ્યા
  • ખાળકૂવાને તંત્ર દ્વારા વહેલી તકે પૂરી દેવામાં આવે તેવી બૂમરાણ ઉભી થઈ

વાલિયા ગામની સીલુંડી ચોકડી નજીક ખુલ્લા ખાળકૂવામાં એક શ્વાન પડી ગયો હતો. જે અંગે સ્થાનિકોને જાણ થતાં રહીશોનું ટોળું એકત્રિત થયું હતું. આ અંગે રહીશોએ જીવદયા પ્રેમી કિરણ વસાવાને જાણ કરી હતી. જેથી જીવદયા પ્રેમી તેમની ટીમ સાથે સ્થળ પર દોડી આવ્યા હતા.

નોંધનીય છે કે 1 કલાકનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી ભારે જહેમત બાદ શ્વાનને ખાળકૂવામાંથી બહાર કાઢી મુક્ત કરાયો હતો. ત્યારે આ ખુલ્લા ખાળકૂવાને તંત્ર દ્વારા વહેલી તકે પૂરી દેવામાં આવે તેવી સ્થાનિકોમાં બૂમરાણ ઉભી થઈ હતી. મૂંગા પશુઓની જેમ કોઈ રાહદારી પણ આ ખાડામાં પડી જાય તો તેના જીવને જોખમ સાબિત થઈ શકે તેવી ચિંતા પણ રહીશોમાં ઉભી થવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...