જીવદયા:વાલિયા ગામના જીવદયા પ્રેમીએ અલગ અલગ પાંચ સ્થળોએથી પાંચ સરીસૃપને પકડી જંગલ વિસ્તારમાં મુક્ત કર્યા

ભરૂચ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જીવાદયા પ્રેમી કિરણ વસાવા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી સાપ પકડ્યા

વાલિયા ગામના શાંતિ નગર વિસ્તારમાં રહેતા દમયંતિબે સોલંકીના ઘરે કોબ્રા સાપ દેખાતા પરિવારજનોમાં નાસભાગ મચી જવા પામી હતી. સાપ અંગે સ્થાનિકો જીવાદયા પ્રેમી કિરણ વસાવાને જાણ કરતા જીવદયા પ્રેમી તેઓની ટીમ સાથે સ્થળ પર દોડી આવ્યા હતા અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી સાડા ચાર ફૂટ લાંબા કોબ્રા સાપને પકડી પાડ્યો હતો.

આ ઉપરાંત વાલિયા ગામના વચલા ફળિયા રહેતા રાજુભાઇ વસાવાના ઘરેથી કોમન ક્રેક,શાંતિ નગર-2માંથી પાટલા ગો અને જય માતાજી સોસાયટીમાં રહેતા કલ્પનાબેનને ત્યાંથી બિન ચેરી સાપ તેમજ લીભેટ ગામમાં રહેતા ભીમસિંગ વસાવાના ઘરેથી અત્યંત જેરી એવા સાડા ચાર ફૂટ લાંબા કોબ્રા સાપને પકડી પાડ્યો હતો અને આ તમામ સરીસૃપને જંગલ વિસ્તારમાં છોડી મૂક્યા હતા.

અન્ય સમાચારો પણ છે...