તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:દહેજ બાયપાસની સહયોગ હોસ્પિટલના તબીબ જય ચૌહાણે નર્સ સાથે અપડલાં કર્યાની ફરિયાદ

ભરૂચ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • હોસ્પિટલમાં રાત્રે મોડું થઇ જતા નર્સને કારમાં ઘરે મૂકી જવાના બહાને તબીબની છેડતી
 • ડોક્ટર વિરૂદ્ધ યુવતીની પોલીસ ફરિયાદ, બે મહિનાનો પગાર પણ ન ચૂકવ્યાનો આક્ષેપ

ભરૂચની રેલ્વે કોલોનીમાં એક વર્ષથી પતિ અને બાળકો સાથે રહેતી મૂળ આસામની શીલ્પા હજારીલાલ રામપ્રતાપ દાસ દહેજ બાયપાસ રોડ આવેલી સહયોગ હોસ્પિટલમાં તબીબ ડો.જય ચૌહાણને ઇન્ટરવ્યૂ આપીને નર્સ તરીકે નોકરી આપી હતી. 15 જાન્યુઆરીએ યુવતીની નોકરીનો સમય બપોરના 12થી 8 સુધીનો હતો.પરંતુ રાત્રીના હોસ્પિટમાં મોડું થઇ જતા ડો.જય ચૌહાણે યુવતીને તેની કારમાં ઘરે મૂકી જવા કહ્યું હતું. તે સમય દરમિયાન તબીબે નર્સ સાથે શારીરિક અડપલ કરવાનું શરૂ કર્યું હતું. જોકે બાદમાં નર્સે હોસ્પિટલ આવાનું બંધ કરી દેતા તબીબે અવાર નવાર ફોન કરી બોલાવતા હોય તેણે પુનઃ નોકરી પર શરૂ કરી હતી.જોકે તબીબે તેની હરકતોમાંથી વાજ નહીં આવતા યુવતીએ રાજીનામું આપીને પોતાના પગારના રૂા.16 હજાર તથા પીએફના 3 હજાર મળી રૂા.19 હજારની માંગણી કરી હતી.

પરંતુ ડોક્ટર યુવતીને રૂપિયા નહીં આપી ગાળો બોલતતા યુવતીએ ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તબીબ જય ચૌહાણ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.બીજી તરફસહયોગ હોસ્પિટલના તબીબ જય ચૌહાણે 25 ફેબ્રુઆરીના બે દર્દીઓ તેમની નર્સ શિલ્પા દાસ દ્વારા સારવાર સંબંધિત ફરિયાદ કરી હતી.જે મામલે તબીબે અને તેમના આસીટન્ટ રાકેશ પરમારે નર્સને સમજાવતા લાગી આવતા નોકરી પરથી ઘરે જતી રહી હતી.પરંતુ અને તેમને કહ્યું હતું કે રાજીનામુ આપતા એક મહિના પહેલા જાણ ન કરે તો મહિનાનો પગાર મળવા પાત્ર રહેતા હોતા નથી. બાદ નર્સે ફોન પર અને ગુંડાઓ સાથે હોસ્પિટલના કાચ તોડી બાકીના રૂપિયા આપવા ધમકી આપી હતી.જે અંગે તબીબે પણ નર્સ શિલ્પા દાસ વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.પોલીસે બંનેયની ફરિયાદ નોંધીને તપાસ ચાલુ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો