તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:જંબુસરની સહારા ઇન્ડિયામાં રકમ મેળવવા માટે ગ્રાહકોને ધરમધક્કા

ભરૂચ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પાકતી મુદતે નાણાં ન ચૂકવાતા ગ્રાહકોમાં રોષ

જંબુસર શહેરમાં ત્રીસ વર્ષ પહેલાં સહારા ઇન્ડિયાની બ્રાન્ચ કાર્યરત કરી હતી. બ્રાન્ચ દ્વારા સેવિંગ્સ, એફડી, ઈન્શ્યોરન્સની કામગીરી એજન્ટો દ્વારા કરવામાં આવતી અને શહેર અને તાલુકાની જનતાએ વિશ્વાસ મુકી કરોડો રૃપિયાનું રોકાણ કર્યું હતું. પરંતુ હાલ ગ્રાહકને નાણાં મેળવવાની પાકતી તારીખો થતી હોય સહારા ઈન્ડિયા જંબુસર બ્રાંચ ખાતે ગ્રાહકો મોટી સંખ્યામાં પોતાના નાણાં મેળવવા આવતા હોય છે. પરંતુ ફરજ પરના કર્મચારીઓ દ્વારા જવાબો નહીં મળતા ગ્રાહકોને જાણે ધરમનો ધક્કો પડ્યો હોય તેમ એક જ જવાબ મળે છે ટૂંક સમયમાં દરેકની રકમ મળશે ઉપરથી જવાબ મળશેે. શુક્રવારે કિન્નર સમાજ અગ્રણી રાખીકુંવર તથા નિલમકુંવર બ્રાન્ચમાં પહોંચી જઈ પોતાની પાંચ લાખ ઉપરાંતની રકમ અંગે ઉગ્ર રજુઆતો કરવામાં આવી હતી તેમની રકમ પાંચ લાખ ઉપરાંતની 2017 માં પાકતી મુદત હતી તેમ છતાંય સહારા ઈન્ડિયા દ્વારા આજદિન સુધી તેમની પાકતી રકમ આપવામાં નહીં હોવાથી કચેરીએ હોબાળો મચાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો