• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Jambusar's Gajera PHC's Medical Officer Gets A Call From A Woman For Rs 55,000, Asking Her To Update Her Credit Card Online Cheating

છેતરપિંડી:જંબુસરના ગજેરા PHCના મેડિકલ ઓફિસરને મહિલાનો એક કોલ 55 હજારમાં પડ્યો, ક્રેડિટ કાર્ડ અપડેટ કરવાનું કહી ઓનલાઈન ચિટિંગ

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • SBI બેંકમાંથી બોલું છું કહી OTP મેળવી 3 વખતમાં ઓનલાઈન નાણાં સેરવી લીધા

જંબુસરના ગજેરા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા મેડિકલ ઓફિસરને મહિલાનો આવેલો એક કોલ રુપિયા 55 હજાકનો પડ્યો હતો. SBI બેંકમાંથી બોલું છું કહી, ક્રેડિટ કાર્ડ અપડેટના નામે વિગતો તેમજ OTP મેળવી 3 વખત નાણાં ઉપાડી કરાયેલી ઓનલાઈન છેતરપિંડી અંગે તબીબે વેડચ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

વડોદરા તરસાલી ખાતે રહેતા ડો.કમલેશસિંગ ભુનીલાલસિંગ રાજપુત જંબુસરના ગજેરા PHC ખાતે મેડીકલ ઓફીસર તરીકે 17 વર્ષથી ફરજ બજાવે છે. હાલ ગજેરા મેડીકલ ઓફીસર ક્વાટર્સ ખાતે રહેતા તબીબ SBIનું ક્રેડીટ કાર્ડ ધરાવતા હોય એક અજાણી મહીલાનો ફોન આવ્યો હતો.

મહિલાએ હું SBI ક્રેડીટ કાર્ડ કંપનીમાંથી બોલુ છુ. તમારુ ક્રેડીટ કાર્ડ અપડેટ કરવાનું છે, કહી ક્રેડીટ કાર્ડનો નંબર, એક્સ્પાયર્ડ ડેટ અને CVVની વિગતો મેળવી લીધી હતી.

તબીબના મોબાઈલ ઉપર આવેલા 3 OTP પણ મેળવી લઈ ક્રેડિટ કાર્ડ એકાઉન્ટમાંથી 3 ટ્રાન્ઝેક્શનમાં ઓનલાઈન રૂપિયા 55 હજાર 152 સેરવી લઈ ફોન કટ કરી મોબાઈલ સ્વીચ ઓફ કરી દીધો હતો. ડોક્ટરને પોતાની સાથે ઓનલાઈન ચિટિંગ થઈ હોવાની જાણ થતાં વેડચ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...