છેતરપિંડી:જંબુસરના સળિયાના વેપારી સાથે રૂા. 5.80 લાખની ઠગાઇ

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આંગડિયાથી રૂપિયા મોકલવાનું કહી છેતરપિંડી

જંબુસર બાયપાસ પર આવેલી નોબલ સિમેન્ટ નામની દુકાન ચલાવતાં અને જંબુસરમાં જ રિઝવાન પાર્ક ખાાતે રહેતાં ઇલ્યાસ હસન કારભારી તેમની દુકાને હતાં. તે વેળાં એક શખ્સે ત્યાં આવી પોતાની કિશોર કોન્ટ્રાક્ટર તરીકેની ઓળખ આપી હતી. તેણે તેની સાઇટ પર 8.5 ટન સળિયાની જરૂર હોવાનું જણાવી તેનું બુકિંગ કરાવી લીધું હતું.

ઉપરાંત તેણે આંગડિયા મારફતે 11 હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ પેટે આપ્યાં હતાં. જેથી ઇલ્યાસ કારભારીએ અમદાવાદથી માલ મંગાવી તેમને ફોન કર્યો હતો કે, કુલ 5.80 લાખની મત્તાનો 8.7 ટન માલી આવી ગયો છે. જેથી કિશોરે તેને ઉચ્છદ ગામે તેની સાઇટ પર માલી ખાલી કરવા જણાવતાં તેમણે તેમ કર્યુ હતું.

બીજી તરફ રૂપિયા બાબતે પુછતાં આંગડિયું બંધ છે જેથી કાલે રૂપિયા મળી જશે તેવો વિશ્વાસ અપાવ્યો હતો. જોકે, બીજા દિવસે પણ રૂપિયા ન આવતાં શંકા જતાં તેમણે સ્થળ પર તપાસ કરતાં ત્યાંથી સળિયા ગાયબ થઇ ગયેલાં જણાયાં હતાં. પોતાની સાથે ઠગાઇ થયાંનો અહેસાસ થતાં તેમણે આખરે જંબુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...