વિપક્ષનો ટોણો:જંબુસરમાં ઉભરાતી ગટરોથી નર્કાગાર

ભરૂચ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગંદકીના કારણે કુંવારા છોકરાઓને છોકરીઓ પણ આપવામાં આવતી નથી

ભરૂચ જિલ્લાના તાલુકા મથક જંબુસરમાં ઉભરાતી ગટરોના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠયાં છે. રસ્તાઓ પર ફેલાયેલી ગંદકીના કારણે કુંવારા છોકરાઓને કોઇ છોકરી પણ આપવા તૈયાર નહિ હોવાનું વિપક્ષના નેતાએ જણાવ્યું હતું.

જંબુસર નગરમાં ઠેર ઠેર ગટરો ઉભરાય રહી હોવાથી નગરજનો પરેશાન છે. રસ્તાઓ પરથી ગંદા પાણી વહી રહયાં હોવાથી રાહદારીઓ માટે ચાલવાની પણ જગ્યા રહેતી નથી તેમજ ગટરોની આસપાસ આવેલાં ઘરો અને દુકાનોવાળાની હાલત કફોડી બની છે. ચારેકોર ઉભરાતી ગટરોને લઈ કોઈ દીકરી પણ આપવા તૈયાર ન હોવાનો આક્ષેપ વિપક્ષે કર્યો છે.

જંબુસર પાલિકામાં શાસકોએ શાસન સભાળ્યાને બે વર્ષનો સમય થવા આવ્યો છે. જોકે બે વર્ષમાં શાસકો દ્વારા કોઈ વિકાસ કાર્યો હાથ ધરાયા નથી. સામે જંબુસરની પ્રજાને ગટર, સફાઈ, સ્ટ્રીટલાઈટ અને મીઠા પાણી માટે પણ હાલાકી ભોગવી પડતી હોવાનો વિપક્ષી નેતા સાકીર મલેકે રોષ વ્યકત કર્યો છે.

જંબુસર નગરમાં એસ.ટી. ડેપો મુખ્ય માર્ગ, રોહિતવાસ, નેશનલ પાર્ક, જલાલપુરા, તલાવપુરા, ભૂત ફળિયા, આબેડકર ફળિયામાં ગટરોને લઈ લોકો ત્રસ્ત છે. ચારેકોર ઉભરાતી ગટરો, સફાઈનો અભાવ, સ્ટ્રીટ લાઈટો અને મીઠા પાણીની સમસ્યા જોવા મળી રહી હોવાના આક્ષેપ વિપક્ષે કર્યા છે. પાલિકા સત્તાધીશોને વારંવાર રજૂઆતો છતાં સમસ્યા નિવારવામાં નહિ આવતા વિપક્ષે આગામી સમયમાં પાલિકા સામે અચોક્કસ મુદ્દતના ઘરણા કરવાની ચીમકી આપી છે.

અન્ય સમાચારો પણ છે...