તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:જામ્બોઇ - રૂમાલપુરાની સસ્તા અનાજની દુકાન મુદ્દે રજૂઆત

ભરૂચ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંચાલકના મૃત્યુ બાદ તેની પત્નીને સંચાલન સોંપાવા સામે વિરોધ

ઝઘડિયાના તાલુકામાં આવેલાં જાંમ્બોઇ તેમજ રૂમાલપુરા ગામના પંડિત દિનદયાળ ઉપાધ્યાયની સસ્તા અનાજ કેન્દ્રનું સંચાલત ભરતભાઇ વસાવાને સોંપવામાં આવ્યું હતું. જોકે, તેમના મૃત્યુ બાદ તેમની પત્ની ભારતીબેનને દુકાનનું સંચાલન સોંપવાની કવાયત ચાલી રહી છે. જેનો ગ્રામજનોએ વિરોધ કર્યો છે.જેના પગલે ગ્રામજનોએ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી તેમને સંચાલન નહીં સોંપવાની માગ કરી છે. ઉપરાંત તેમણે ઉમેર્યું છે કે, ભરતભાઇ દુકાનનું રાશન બહાર વેચતાં હતાં જ્યારે તેમની પત્ની દુકાન પર બેસીને વહિવટ કરતાં હોઇ લોકોને પરેશાની થતી હતી. જેથી નવેસરથી જાહેરાત પાડી યોગ્ય વ્યક્તિને દુકાન આપવામાં આવે તેવી રજૂઆત કરી હતી. ઉપરાંત ગ્રામજનોએ અગાઉ અરજી આપી હોવા છતાં એકતરફી નિર્ણય લેવાયો હોવાનો રોષ ઠાલવ્યો હતો.

પત્નીએ આંગણવાડીમાંથી રાજીનામું આપ્યું
ભરતભાઇ વસાવાના મૃત્યુ બાદ તેમની દુકાનનું સંચાલન મેળવવા માટે તેમની પત્ની ભારતીબેને આંગણવાડીમાંથી રાજીનામું આપી દીધું છે. તેમને દુકાન ન આપવામાં આવે તે માટે અગાઉ મામલતદાર તેમજ પ્રાંતઅધિકારીને રજૂઆત કરી છે. જોકે તેને ધ્યાને લીધા વિના કાર્યવાહી કરાઇ છે. તેવો રોષ ગ્રામજનોએ ઠાલવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો