તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રિકેટ ટૂર્નામેન્ટ:હાંસોટના છેવાડાના ગામમાં પણ યોજાય છે IPL, 10 ટીમો વચ્ચે ખેલાશે ખરાખરીનો જંગ

ભરૂચએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગામના જ આગેવાનો આ ટીમોને સ્પોન્સર કરે છે
 • ગામના આગેવાનના સ્મર્ણાર્થે ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું

ભરૂચના હાંસોટ તાલુકાનાં છેવાડાના ઇલાવ ગામે પણ IPLનું આયોજન કરવામાં આવે છે. ગામના યુવાનોમાં ખેલ ભાવના જાગે એ હેતુથી ક્રિકેટ ટુર્નામેન્ટ શરૂ કરવામાં આવી છે જેમાં ગામના જ યુવાનોની 10 ટીમો ભાગ લઈ રહી છે. ગામના આગેવાન એવા સી.કે.પટેલનું નિધન થતાં તેમના સ્મર્ણાર્થે આ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડવામાં આવી રહી છે જેમાં ગામના જ 100થી વધુ યુવાનો ખેલ પ્રતિભા દર્શાવી રહ્યા છે.

ભરૂચના છેવાડાના ઇલાવ ગામમાં IPL શરૂ થઈ ગઈ છે. જાણીને નવાઈ લાગશે પણ આ IPL એટલે ઇન્ડિયન પ્રીમીયર લીગ નહીં પરંતુ ઇલાવ પ્રીમીયર લીગ. ગામના યુવાનો મોબાઈલની દુનિયામાથી બહાર આવે અને પી.એમ. નરેન્દ્ર મોદીનું ફિટ ઈન્ડિયાનું સ્વપ્ન સાકાર થાય એ હેતુથી આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગામના જ યુવાનોની 10 ટિમ ભાગ લઈ રહી છે. IPLની જેમ જ ગામના જ આગેવાનો દ્વારા 10 ટીમોને સ્પોન્સર્સ કરવામાં આવી છે અને ટીમના નામ પણ ઇલાવ લાયન,જેકી ઇલેવન,જલારામ ઇલેવન અને સી.કે.પટેલ વોરિયર્સ એ પ્રમાણે રાખવામા આવ્યા છે. 10 ઓવરની મેચમાં પ્રથમ લીગ મેચ અને ત્યાર બાદ સેમી ફાઇનલ અને ફાઇનલ મેચ રમાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો