તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આતુરતાનો અંત:નર્મદા મૈયા બ્રિજનો બાકી બચેલો ભાગ જોડવા માટે લોખંડનો સ્પાન ભરૂચ આવી પહોંચ્યો, કામગીરી શરૂ થતાં કસક ગરનાળુ રાત્રિના 10થી સવારના 6 વાગ્યા સુધી બંધ

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે આજે સ્થળ મુલાકાત લીધી

ભરૂચ નર્મદા નદી ઉપર ગોલ્ડન બ્રિજને સમાંતર બનાવાયેલા નર્મદા મૈયા બ્રીજ માટેનો લોખંડનો સ્પાન આજે ભરૂચ ખાતે લાવી દેવામાં આવ્યો હતો. હવે આ બ્રિજ ટૂંક જ સમયમાં નિર્માણ પામી જશે.

કસક ગરનાળુ રાત્રિના 10થી સવારના 6 વાગ્યા સુધી બંધ
​​​​​​​ભરૂચ તરફના છેડા પર લેન્ડીંગ સ્પાનની અધુરી કામગીરી પૂર્ણ કરવા માટે કસક ગરનાળાને રાત્રિના 10થી સવારના 6 વાગ્યા સુધી બંધ રાખવા માટે જાહેરનામુ બહાર પાડી દેવાયું છે. સંભવત: ઓગષ્ટ મહિનામાં નર્મદા મૈયા બ્રિજને વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાય તેવી સંભાવના છે.

ભરૂચ અંકલેશ્વરની જનતા આતુરતાથી રાહ જોઈ રહી છે
ભરૂચ અંકલેશ્વરને જોડતા ગોલ્ડન બ્રીજને સમાંતર નર્મદા નદી ઉપર નર્મદા મૈયા બ્રીજ નિર્માણાધીન છે. આ બ્રિજનું કામ 95 ટકા જેટલું પૂર્ણ થઇ ગયું છે. અને અને આ બ્રિજ ઉદ્ઘાટનની રાહ જોઈ રહ્યો છે. આ બ્રીજ ઉપર ભરૂચ તરફ ઉતરવા માટેનો સ્પાન બાકી હતો. જે સ્પાન આજે ભરૂચ ખાતે આવી પહોચ્યો છે.

ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે આજે સ્થળ મુલાકાત લીધી હતી. અને આ કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટેની સુચના આપી હતી. નર્મદા મૈયા બ્રિજનું કામ પૂર્ણ થાય અને તે બ્રીજ ખુલ્લો મુકાય તે માટે ભરૂચ અંકલેશ્વરની જનતા આતુરતાથી રાહ જોઈ રહી છે. ત્યારે આ બ્રીજ પૂર્ણ થાય તો લોકોને હાલાકીમાંથી મુક્તિ મળી શકશે.

અન્ય સમાચારો પણ છે...