તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લાપરવાહી:કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ, અંકલેશ્વર નગર પાલિકાની કચેરી ખાતે અધિકારીઓ, કર્મચારીઓ માસ્ક વિના નજરે પડ્યા

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચમાં કોરોનાના કેસ ઝીરો થતાં લોકો સાથે અંકલેશ્વર નગર પાલિકાના અધિકારીઓ પણ લાપરવાહ બન્યા

ભરુચ જિલ્લામાં કોરોના વાઈરસના કેસ ઝીરો થયા છે. કોરોનાના કેસમાં ઘટાડો થતા લોકો લાપરવાહ બન્યા છે અને કેટલાક લોકો માસ્ક વિના ફરતા નજરે પડી રહ્યાં છે, ત્યારે લોકોની સાથે-સાથે અધિકારીઓ અને કર્મચારીઓ પણ બેફિકર બન્યા હોવાના દ્રશ્યો સામે આવ્યાં છે.

કેટલાક કર્મચારીઓ માસ્ક વિના નજરે પડ્યા

અંકલેશ્વર નગર પાલિકાની કચેરીમાં આવેલી વિવિધ શાખાઓમાં અધિકારીઓ અને કર્મચારીઓની લાપરવાહી જોવા મળી હતી. કેટલાક કર્મચારીઓ માસ્ક વિના નજરે પડ્યા હતા. તો કેટલાક કર્મચારીઓ ગળા પાસે માસ્ક પહેર્યું હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેરને રોકવા સરકાર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે નગર પાલિકાની કચેરી ખાતે જાણે ત્રીજી લહેરને આમંત્રણ પાઠવવામાં આવી રહ્યું હોય તેવું દેખાઈ રહ્યુ છે. અત્રે નોંધનીય છે કે, અંકલેશ્વર નગર પાલિકા દ્વારા લાપરવાહી દાખવનારા અધિકારીઓ, કર્મચારીઓ સામે કેવા પગલાં ભરવામાં આવે છે તે જોવું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...