તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચ વેલ્ફેર હોસ્પિટલમાં આગ કેસ:આગ સ્પાર્કથી નહીં લાઇટરના તણખાથી લાગ્યાની દિશામાં તપાસ; પોલીસે વીડિયો તથા ઓડિયો એકત્ર કર્યા

ભરૂચ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
FSLની ટીમ હેસ્પિટલના વોર્ડમાં ફરીથી પુરાવા એકઠા કરવા પહોંચી - Divya Bhaskar
FSLની ટીમ હેસ્પિટલના વોર્ડમાં ફરીથી પુરાવા એકઠા કરવા પહોંચી
  • મૃતક ટ્રેઈની નર્સ માધવીના ભાઈએ વીડિયોમાં કરેલા લાઈટરથી આગના ઘટસ્ફોટ બાદ FSLની ટીમ હેસ્પિટલના વોર્ડમાં ફરીથી પુરાવા એકઠા કરવા પહોંચી

ભરૂચની પટેલ વેલફેર હોસ્પિટલના ICU વોર્ડમાં શુક્રવારે રાત્રે સર્જાયેલા અગ્નિકાંડ અને આગમાં ખાખ થઈ ગયેલી 18 જિંદગીઓ પાછળ લાઈટર જવાબદાર હોવાના મૃતક નર્સ માધવીના ભાઈએ વીડિયોના માધ્યમથી વાત વહેતી કરી હતી. જે બાદ દિવ્ય ભાસ્કરે મૃતક માધવીના ભાઈ સાથે વાત કરતાં તેેણે આગ વેન્ટિલેટરમાં સ્પાર્ક થવાથી નહીં પણ લાઈટરના તણખાથી થઈ હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. આ વાતને દિવ્ય ભાસ્કરે પ્રથમ વાચા આપી હતી.

આક્રંદ કરતા મૃતકના પરિવારજનો
આક્રંદ કરતા મૃતકના પરિવારજનો

અગ્નિકાંડમાં વેન્ટિલેટર નહિ પણ ICU માં લાઈટરને કારણે સમગ્ર તાંડવ સર્જાયું હોવાના અહેવાલ પ્રકાશિત થયા બાદ હવે આ ઘટનામાં તપાસ એજન્સીઓએ પણ તપાસની દિશા બદલી છે. લાઈટરથી આગ લાગી હતી કે નહીં તે જાણવા અને એ દિશામાં તપાસ કરવા સોમવારે ફરીથી FSLની ટીમને બોલાવવામાં આવી હતી. FSLની ટીમે આગમાં બળીને ભસ્મીભૂત ICU વોર્ડમાં ફરી ઝીણવટભરી તપાસ કરી લાઈટરના પુરાવા શોધવા સહિતના પુરાવા મેળવવા પ્રયાસો કર્યા હતા.

ભરૂચની વેલફેર હોસ્પિટલમાં લાગેલી આગની તસવીર
ભરૂચની વેલફેર હોસ્પિટલમાં લાગેલી આગની તસવીર

બીજી તરફ પોલીસે મૃતક માધવીના ભાઈએ हહોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં આગ લાઈટરથી લાગી હોવા અંગે જારી કરેલો પોતાનો 1 વિડીયો અને 3 ઓડિયો કલીપ પોલીસે તપાસ માટે તેની પાસેથી એકત્ર કર્યા હતા. FSL ની ફરીથી તપાસમાં એકત્ર કરેલા પુરવામાં માધવીના ભાઈના કહેવા મુજબ લાઈટરના કોઈ પુરાવા મળી આવે છે કે નહીં તેના પર નજર હવે સમગ્ર તપાસમાં કેન્દ્ર સ્થાને રહી છે.

FSLની ટીમને ફરીથી બોલાવી પુરાવા મેળવવા તપાસ કરાઈ છે, તેમના રિપોર્ટ આવ્યા બાદ જ ઘટનાનું સાચું કારણ જાણી શકાશે
મીડિયાના રિપોર્ટસને ધ્યાનમાં લઈને જે વિગતો મુદ્દે ચર્ચાઓ ચાલી રહી હતી તેને ધ્યાનમાં લઈને ફરીથી ફોરેન્સિક ટીમને બોલાવવામાં આવી હતી. રિપોર્ટના આધારે ફોરેન્સિક ટીમે આધારભૂત પુરાવા મળી શકે તે માટે ઘટના સ્થળેથી પુરાવા એકત્ર કર્યા હતા. મૃતક નર્સનો ભાઈ જે એવિડન્સની વાત કરી રહ્યો છે તે પણ પોલીસે મેળવી ઓડિયો અને વીડિયો સાચા છે કે ખોટા તેનું ટેક્નિકલ ઈન્વેસ્ટિગેશન કર્યા બાદ સાચી વિગતો કહી શકાશે. ફોરેન્સિક ડિપાર્ટમેન્ટના રિપોર્ટ બાદ જ આગ લાગવાનું સાચું કારણ શું છે તે જાણી શકાશે. - વિકાસ સુંડા, તપાસ અધિકારી, ભરૂચ.

આગની ઘટનાથી જૈમીની અસ્વસ્થ, હાલ કંઈપણ કહેવા અસમર્થ
હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનામાં મૃતક ટ્રેઈની નર્સ માધવીના ભાઈએ કરેલા ગંભીર આક્ષેપને લઈને મામલો વધુ પેચીદો બની રહ્યો છે. એક તરફ તંત્ર આગ વેન્ટિલેટર-5 માં થયેલા સ્પાર્કથી લાગી હોવાનું પ્રાથમિક તબક્કે નોંધી રહ્યું છે. બીજી તરફ મૃતક નર્સના ભાઈએ વોર્ડમાં રહેલા લાઇટરથી સ્પાર્ક થતા ઉડેલા તણખાંને લઈને આગ લાગ્યાનું કહ્યું હતું. માધવીના ભાઈએ જે નર્સ જૈમીનીનો ઉલ્લેખ કર્યો હતો તેનો દિવ્યભાસ્કરની ટીમ દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ હાલ તે ઘટનાના પગલે અસ્વસ્થ હોવાથી પરિવારજનોએ હાલ તેની સાથે કોઈ વાત કરી શકાય તેવી સ્થિતિમાં ન હોવાનું જણાવ્યું હતું. પરિવાર સાથે થયેલી વાતમાં જ્યાં સુધી બહેનની માનસિક સ્થિતિ શાંત ન પડે ત્યાં સુધી કંઈપણ કહી શકાય નહિં.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો