તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદન:કોચિંગ ક્લાસિસ શરૂ કરવાની છુટ આપવા રજૂઆત કરાઇ

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંચાલકોની વિવિધ રાહતો અંગે કલેક્ટરને આવેદન

કોરોના મહામારીનો સામનો કરવામાં ભરુચ શહેરના કોચિંગ ક્લાસીસ બાકાત રહ્યાં નથી.પરંતુ કોચિંગ ક્લાસીસએ એક વ્યવસાયિક એકમ હોવાથી તેના સંચાલકો આત્મનિર્ભર પણે પોતાનો જીવનનિર્વાહ નિભાવે છે. આજે કોરોના મહામારીની અસર સતત બીજા શૈક્ષણિક વર્ષમાં પણ જોવા મળી રહી છે.

ત્યારે ભરૂચ એકેડેમિક એસોસિએશન (BHAA)દ્વારા કલેકટર કચેરી ખાતે ભરૂચ શહેરના કોચિંગ ક્લાસીસ માટે વિવિધ રાહતો રજુ કરવા સાથે ટ્યુશન ક્લાસ ખોલવાની મંજૂરી મળે તે માટેનું આવેદનપત્ર પાઠવ્યું હતું.ભરૂચ એકેડેમિક એસોસિએશનના પ્રમુખ ભાવિન પટેલે જણાવ્યું હતું કે,એક શિક્ષક શાળામાં ભણાવે કે કોચિંગ ક્લાસમાં ભણાવે, તે મૂળભૂત રીતે શિક્ષક જ રહેશે. અને સમાજના ઘડતર માટે પોતાની જવાબદારીમાંથી ક્યારે પાછો હટશે નહીં હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...