તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માગણી:RT-PCR ટેસ્ટની ફીમાં ઘટાડો કરવા માટે CMને રજૂઆત કરી

ભરૂચએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સંદિપ માંગરોલાએ કોરોના ટેસ્ટનો ચાર્જ રૂ. 300 કરવા માંગ કરી
 • કોરોના ટેસ્ટ ફરજિયાત કરતા મુસાફરોની મુશ્કેલીમાં વધારો થયો

ભરૂચ જિલ્લા સહિત દેશભરમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. અગાઉ રેપિડ ટેસ્ટ કરીને કોરોના પોઝિટિવ દર્દીઓની ઓળખ કરાતી હતી પરંતુ હવે તમામે ફરજિયાત આરટીપીસીઆર ટેસ્ટ કરાવવુ પડે છે. સરકારી આરોગ્ય કેન્દ્રો સિવાય હવે ખાનગી લેબોરેટ્રીમાં પણ કોરોનાનુ ટેસ્ટિંગ કરી શકાય છે. જોકે આરટીપીસીઆર ટેસ્ટનો ચાર્જ 800 રૂપિયા રખાયો છે. ભરૂચના કોંગ્રેસના અગ્રણી સંદિપ માંગરોલાએ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય સચિવને આરટીપીસીઆર ટેસ્ટની ફીમાં ઘટાડો કરવા માટે પત્ર લખ્યો છે.

ટ્રેન, બસ જેવી જાહેર સેવાઓમાં મુસાફરી દરમિયાન હવે આરટીપીસીઆર ટેસ્ટ કરાવવો ફરજિયાત કર્યો છે. ત્યારે તેના ચાર્જમાં ઘટાડો કરીને 300 રૂપિયા કરવા જોઇએ તેવી માંગણી કરી છે. સામાન્ય પરિવારે જો ગુજરાત બહાર કે અન્ય વિસ્તારમાં મુસાફરી માટે ફરજિયાત ટેસ્ટ કરાવવો પડે છે. ઉપરાંત ટેસ્ટ માટે લેબોરેટ્રીમાં વેઇટિંગ રહે છે. ત્યારે ઝડપી લોકોને ટેસ્ટનું પરિણામ મળે તે યોગ્ય છે. સરકારે ખાનગી લેબોરેટ્રીમા 30 જાન્યુઆરી 2020ના સર્ક્યુલર મુજબ આરટીપીસીઆર ટેસ્ટ માટે 800 રૂપિયા નક્કી કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો