આજ રોજ તારીખ 12 મે આખા વિશ્વમાં આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેના ભાગરૂપે આજરોજ ભરૂચ 108 ઈમરજન્સી સેવા દ્વારા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સ્ટાફ નર્સ તેમજ 108 ઈમરજન્સી સેવામાં કામ કરતા ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન સાથે મળીને કેક કટિંગ કરી એકબીજાનું મોઢું મીઠું કરાવી આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.
નોંધનીય છે કે કોઈ પણ કપરી પરિસ્થિતિમાં લોકોની સાથે ઉભા રહી લોકોની સેવા કરવી લોકોને સાંત્વના આપવી તેમજ સારી સારવાર આપી જીવ બચાવવાનું કામ જે સારી રીતે નિભાવે છે તે તમામ બહેનોને 108 ઇમરજન્સી સેવા ભરૂચ દ્વારા બિરદાવવામાં આવ્યા હતા. તેમજ 108 ઈમરજન્સી સેવામાં કામ કરતા ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન કે જેઓ દિવસ-રાત જોયા વગર લોકોનો જીવ બચાવવા માટે ખડે પગે ઊભા રહે છે. તેમને પણ આ પ્રસંગે બિરદાવી ભવિષ્યમાં સારી કામગીરી કરી વધુમાં વધુ લોકોના જીવ બચાવે તેવું પ્રોત્સાહન ભરૂચ સિવિલ હોસ્પિટલના સી ડી એમઓ ડોક્ટર જે ડી પરમાર સાહેબ તેમજ આર.એમ.ઓ ડોક્ટર વી.બી.ઉપાધ્યાય સાહેબ એ પુરુ પાડ્યું હતું.
આ કાર્યક્રમનું આયોજન ભરૂચ 108 ઇમરજન્સી સેવાના પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકર તેમજ ભરૂચ 108 ઈમરજન્સી સેવાના જિલ્લા સુપરવાઇઝર ઇરફાનભાઇએ કર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.