તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકાર્પણ:ભરૂચના રોટરી હોલ ખાતે નિર્માણ પામેલ આંતરરાષ્ટ્રીય કક્ષાના ટેનિસ કોર્ટનું ઉદ્ઘાટન કરાયું

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે ટેનિસ કોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ એમ.આઈ.પટેલ રોટરી યૂથ સેન્ટર ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાના ટેનિસ કોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનો આજરોજ ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો જેમાં ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે ટેનિસ કોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ.

આ પ્રસંગે રોટરીના ડિસ્ટ્રીકટ ગવર્નર પ્રશાંત જાની, રોટરી કલબ ઓફ ભરૂચના પ્રમુખ તલકીન જમીનદાર તેમજ મીપરિકના ચેરમેન કેતન શાહ, રોટેરિયન ઉપસ્થિત રહ્યા હતા. આ ટેનિસ કોર્ટના નિર્માણમાં કલ્પેશ શ્રોફ તથા યોગેશ ચદ્દડરવાલાનો સહયોગ સાંપડ્યો હતો.

આવનાર સમયમાં હવે ભરૂચમાં પણ આંતરરાષ્ટ્રીય કક્ષાની ટેનિસ ટુર્નામેન્ટ યોજી શકાશે તો રોટરી હોલ ખાતે રોટરી કલબ અને મીપરિક દ્વારા માર્ચ માસમાં યોજાયેલ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં વિજેતાઓ સ્પર્ધકોને ઈનામ એનાયત કરવામાં આવ્યું હતું.જ્યારે રોટરી કલબ ઓફ ભરુચ દ્વારા બે વિકલાંગ વ્યક્તિઓને પોતની આજીવિકા માટે મદદ રૂપ થઈ શકે તેવી ટ્રાઈસિકલ અર્પણ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...