ઠગ ઝડપાયો:ભરૂચના યુવાનને પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્ષમાં એડમિશન અપાવવાને બહાને 43 લાખ રૂપિયા પડાવી પાડનાર વચેટિયો ઝડપાયો

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • PGમાં એડમિશનના બહાને ઠગાઇની 2021 માર્ચમાં બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાઇ હતી
  • ભરૂચ પોલીસે મુંબઈ સાયન હોસ્પિટલના પૂર્વ ડે. ડીન સહિત તેના પન્ટરની ધરપકડ કર્યા બાદ સુરતના વચેટિયાને ઝડપી પાડ્યો

ભરૂચના MBBS થયેલા યુવાનને પોસ્ટ ગ્રેજ્યુએટ માટે મુંબઈ કોર્પોરેશનની સાયન હોસ્પિટલ એન્ડ મેડિકલ કોલેજમાં એડમિશન અપાવવાના નામે ઠગ ટોળકીએ રૂ. 43 લાખ પડાવી લીધા હતા. ઘટનામાં ભરૂચ પોલીસે મુંબઈ સાયન હોસ્પિટલના પૂર્વ ડે. ડીન સહિત તેના પન્ટરની ધરપકડ કર્યા બાદ સુરતના વચેટિયાને ઝડપી પાડ્યો છે.

ભરૂચની ભજ્જુવાલા સોસાયટીમાં રહેતાં અને નિવૃત્ત જીવન ગુજારતાં આદમ વલી પટેલના પુત્ર મોહસિને MBBSનો અભ્યાસ પુર્ણ કર્યાં બાદ તે પોસ્ટ ગ્રેજ્યુએશનની તૈયારીઓ કરી રહ્યો હતો. દરમિયાનમાં 2020 માં આરોપી સતીષ કાનાની એ તેમના મોબાઇલ પર ફોન કરી પોતાની રિતમ શર્મા તરીકેની ઓળખ આપી તેમની સાથે વાત કરી હતી.

આદમભાઈને જણાવ્યું હતું કે, તેમના પુત્ર મોહસીનનું મુંબઇ મહાનગરપાલિકામાં સાયન હોસ્પિટડ ઇન સર્વિસ કોટામાં એડમિશન કરાવી આપી શકે છે. સાયન લોકમાન્ય તિલક હોસ્પિટલ એન્ડ મેડિકલ કોલેજના ડીન સાથે તેઓ વાત કરાવી શકે છે. તેમ વાતોમાં ભોળવતાં તેઓ પરિવાર સાથે મુંબઇ ગયાં હતાં. જ્યાં ડો. રાકેશ વર્મા, લવકુમાર ગુપ્તા, વિશાલ રાદરિયા, મુકેશ મિશ્રા, આદિત્ય અને સાગર નામના શખ્સોને હોસ્પિટલના ડેપ્યુટી ડીન તેમજ હોસ્પિટલના અલગ અલગ કર્મચારીઓ તરીકે ઓળખ કરાવી હતી.

પહેલાં રૂ. 60 લાખમાં અને બાદમાં રૂ. 43 લાખમાં એડમિશન આપવાનું ફાઇનલ કર્યું હતું. જેના પગલે તેઓએ તબક્કાવાર રીતે તેમને આંગડિયામાંથી તેમજ RTGSથી તમામ રૂપિયા ચુકવ્યાં હતાં. જોકે, બાદમાં ડપ્યુટી ડીન તરીકે મળેલાં રાકેશ વર્માને સસ્પેન્ડ કર્યાં હોવાનું તેમજ હોસ્પિટલે આ પ્રકારનું કોઇ એડમિશન આપ્યું ન હોવાનું માલુમ પડતાં તેમની સાથે ઠગાઇ થઇ હોવાનું જણાયું હતું. જેના પગલે આદમભાઈ એ આખરે ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકે વર્ષ 2021 માં માર્ચ મહિનામાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ દરમિયાન મુંબઈની આર્થર રોડ જેલમાંથી મેડિકલમાં PG માટે પ્રવેશ અપાવવાના બહાને રેકેટ ચલાવતા ઝડપાયેલા હકાલ પટ્ટી કરાયેલા ડેપ્યુટી ડીન ડો. રાકેશ રામનારાયણ વર્મા રહે. ડોકટર ક્વાટર્સ, નારાયણ હોસ્પિટલ મુંબઈ સેન્ટ્રલ મૂળ રહે. ઇન્દોર, MP અને તેના પન્ટર લવ અવધકિશોર ગુપ્તા રહે. ખારગર, નવી મુંબઈ મૂળ રહે. જયપુર, રાજસ્થાનનો ભરૂચ પોલીસે ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવ્યો હતો. મેડીકલમાં એડમિશનમાં વચેટિયાની ભીમિકા ભજવનાર સુરતના મોટા વરાછાના સતીષ કાનનાની બી ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે. જેની પાસેથી મોબાઈલ અને લેપટોપ મળી કુલ 35 હજાર રૂપિયાનો મુદ્દામાલ કબ્જે લઈ વધુ તપાસ હાથ ધરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...