તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કબૂતરનો એક્સ-રે!:દહેજ પોર્ટ પર શંકાસ્પદ કબૂતર મળતા ગુપ્તચર એજન્સી સતર્ક બની, પગમાં ટેગ મળી આવતા તપાસ શરૂ

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
શંકાસ્પદ કબૂતરના પગમાં ટેગ લાગેલું મળી આવ્યું - Divya Bhaskar
શંકાસ્પદ કબૂતરના પગમાં ટેગ લાગેલું મળી આવ્યું
  • પોલીસ દ્વારા એક્સ-રેનો રિપોર્ટ સુરક્ષા કારણસોર ખાનગી રાખવામા આવ્યો

આજે દેશના સૌથી ઝડપી વિકસિત પોર્ટ દહેજમાં એક શંકાસ્પદ કબૂતર મળી આવતા પોલીસ સહીત ગુપ્તચર એજન્સીઓ દોડતી થઇ ગઈ છે.આ કબૂતરના પગમાં એક ટેગ લગાડેલું છે. જેને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવશે.એજન્સીઓ દ્વારા કબૂતરો એક્સ-રે પણ કઢાવવામા આવ્યો છે.

પેટ્રોલીંગ બોટમાંથી કબૂતર મળી આવ્યું
સાંજના સુમારે LNG પેટ્રોનેટની જેટી નજીક સમુદ્રમાં પેટ્રોલિંગ કરી રહેલી ટગબોટમાં એક કબૂતર આવીને બેઠું હતું જેના પગમાં ટેગ નજરે પડતા પોર્ટ સિક્યુરિટીને જાણ કરાઈ હતી. કંપનીની સિક્યુરિટીએ આ કબૂતરને ઝડપી પાડી પોલીસને જાણ કરતા કાફલો દોડી ગયો હતો.મામલાની ગંભીરતા પારખી દહેજ મરીન પોલીસના સબ ઇન્સ્પેકટર વિપુલ ગાગીયા અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના સબ ઇન્સ્પેકટર નરેશ ટાપરીયા તાત્કાલિક ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને કબૂતર મળવાની સ્થિતિ અને કબુતરની તપાસ શરૂ કરી હતી.

કબૂતરના પગમાંથી ટેગ મળી આવ્યું
ઝડપાયેલ કબુતરના પગમાં એક ટેગ લગાડેલું છે . આ ટેગ ઉપર એક નંબર લખવામાં આવ્યો છે. પોલીસે આ ટેગની તપાસ શરૂ કરે તેમાં કોઈ ટ્રેકર કે જીપીએસ સિસ્ટમ છે કે કેમ? તેની તપાસ શરૂ કરી છે. આ ટેગ ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવશે.

કબૂતરનો એક્સ-રે કાઢવામા આવ્યો
​​​​​​​
સામાન્યરીતે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ઈલાજ કે તબીબી તપાસ થાય છે પણ સિવિલ હોસ્પિટલમાં મરીન પોલીસ કબૂતર લઈને પહોંચી હતી. રેડિયોલોજી વિભાગમાં કબૂતરનો x -ray કાઢવામાં આવ્યો હતો. જોકે સુરક્ષા કારણોસર રિપોર્ટ ખાનગી રાખવામાં આવ્યો છે.

એક વર્ષ પહેલા પણ આ રીતે જ કબૂતર ઝડપાયું હતું
એક વર્ષ અગાઉ પણ આવો મામલો સામે આવ્યો હતો.એક વર્ષ અગાઉ પણ દહેજ પોલીસને આ પ્રકારનું કબૂતર મળી આવ્યું હતું. જેમાં ટેગ લાગેલી હતી. મામલો જાસૂસીનો છે કે સામાન્ય હજુ સ્પષ્ટ ન થતા પોલીસ એક વર્ષથી એ કબુતરની ખાતિરદારી કરી રહી છે. તાઇવાન પિજન રેસનું કબૂતર પણ હોવાની આશંકા તાઈવાનમાં પિજન રેસ ખુબ પ્રચલિત છે. આ રેસમાં કબુતરોને ઝડપ અને અંતરના રેકોર્ડ બનાવવા ઉડાવાય છે . આ કબુતરો કેટલીકવાર ભટકી જઈ સમુદ્રમાં કોઈ શિપ ઉપર આશરો લઇ લેતા હોય છે. આ કબુતરો ટેગના કારણે જાસૂસી ગતિવિધિની શંકામાં આવતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...