તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેઠક:જિલ્લાના બાકી વિકાસ કામો સત્વરે પૂર્ણ કરવા માટે અધિકારીઓને સૂચના

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સંકલન સમિતીની બેઠક યોજાઈ

ભરૂચ કલેક્ટર કચેરીના સભાખંમાં કલેક્ટર ડૉ.એમ.ડી.મોડિયાના અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં કલેક્ટરએ અમલીકરણ અધિકારીઓને જણાવ્યું હતું કે,જિલ્લાના વિકાસના કામો બાકી હોય તે સત્વરે પૂર્ણ કરવા સૂચના આપી હતી.આ ઉપરાંત ગરીબ પ્રજાજનો સરકારની મળવાપાત્ર યોજનાઓના લાભથી વંચિત ન રહી જાય તેની ખાસ તકેદારી રાખવા અધિકારીઓને સૂચનો કર્યા હતા.

કલેક્ટરે જનપ્રતિનિધિઓ દ્વારા કરાતી રજૂઆતોનો સમયસર,ઝડપી અને સુચારૂ રૂપે ઉકેલ લાવવા અને પ્રત્યુત્તર સંબંધિત જનપ્રતિનિધિને લેખિતમાં સમયસર મળી રહે તે જોવા ઉપરાંત જનપ્રતિનિધિ દ્વારા કરાયેલી રજૂઆત વિના વિલંબે નિયત સમયાવધિમાં સંબંધિત જનપ્રતિનિધિને કરવા ઉપરાંત ટેલીફોનીક રીતે અવગત કરી પ્રજાજનોને લોકાભિમુખ વહિવટની પ્રતીતિ થાય તે જોવા ખાસ અનુરોધ કર્યો હતો.વધુમાં બેઠકમાં જિલ્લાના રસ્તા, વીજળી, પીવાના-સિંચાઈના પાણી અંગે, રેશનકાર્ડ બાબત,પંડિત દીનદયાળ આવાસ, જમીન સંપાદન,ગેરકાયદેસર દબાણ, પેવર બ્લોકના કામો અંગે,સરકારી જમીનમાં પરવાનગી લીધા વગર કામગીરી કરવા બાબત, જિલ્લાની કાયદો- વ્યવસ્થા જાળવવા વિગેરે જેવી બાબતોએ ચર્ચા-પરામર્શ કરી તાકિદે નિકાલ લાવવા સૂચના આપી હતી.

આ બેઠકમાં ધારાસભ્ય સર્વ દુષ્યંત પટેલ, અરૂણસિંહ રણા, સંજયસિંહ સોલંકી, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરી,એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમા, નાયબ કલેક્ટર જે.ડી.પટેલ, પ્રાંત અધિકારીઓ,કાર્યપાલક ઈજનેરઓ વિગેરે અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...