• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Innocent Child Will Inevitably Ask The Question Who Is Mine Now, Corona Snatches The Umbrella Shadow Of Parents From The Child's Head

કુદરત આટલી નિષ્ઠુર:માસુમ બાળક અચૂકએ પ્રશ્ન પૂછતો હશે કે હવે મારું કોણ, કોરોનાએ બાળકના માથેથી માતા-પિતાની છત્ર છાયા છીનવી

ભરૂચ5 મહિનો પહેલા
  • દસ વર્ષના બાળકે એક જ સપ્તાહમાં માતા પિતા બંનેની છત્ર છાયા ગુમાવી
  • માતા પિતા બંનેને કોરોના થયા બાદ તેઓના એક જ સપ્તાહમાં નિધન થયું

ક્યારેક એવા કિસ્સાઓ સામે આવે કે ત્યારે લાગે કે કુદરત પણ કેટલી નિષ્ઠુર બની ગઈ છે. ભરૂચના એક દસ વર્ષના બાળકે માત્ર એક જ સપ્તાહમાં પોતાના માતા પિતા બંનેની છત્ર છાયા ગુમાવી છે. એક સપ્તાહ પહેલા બાળકના પિતાનું નિધન થયા બાદ આજે તેની માતાને અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યો છે. કોરોનાએ છેલ્લા એક વર્ષમાં અનેક લોકોના જીવ લીધા છે. અને અનેક લોકોના માથેથી છત્ર છાયા છીનવી છે.

દસ વર્ષીય દિકરા પાર્થ દ્વારા અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યો
કોરોનાની સામે અનેક લોકો પાંગળા સાબિત થઇ રહ્યાં છે. કુદરત પણ જાણે કોરોનાનો સાથ આપી રહી હોય તેવી અનુભતી થઇ રહી છે. ભરૂચના કોવિડ સ્મશાનમાં આજે એવા દ્રશ્યો જોવા મળ્યા કે જે જોઈ સહુના મુખમાંથી એક જ ઉદ્ગાર નીકળ્યો હશે કે હે કુદરત આટલી નિષ્ઠુર તો ન બન. ભરૂચના મનુબર ખાતે રહેતા 47 વર્ષીય હિતેશ પરમાર તથા તેઓના 40 વર્ષીય પત્ની દીપ્તિકા પરમાર એક મેના રોજ કોરોના સંક્રમિત થયા હતા. અને તેઓ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઇ રહ્યાં હતા. હિતેશભાઈને બે સંતાનો છે. જેમાં એક દસ વર્ષીય દિકરો છે અને એક દિકરી છે. હિતેશભાઈ બે મેના રોજ કોરોના સામે જંગ હારી ગયા હતા. અને તેઓએ અંતિમ શ્વાસ લીધો હતો. તેઓના પાર્થિવ દેહને તેઓના દસ વર્ષીય દિકરા પાર્થ દ્વારા અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યો હતો.

આ દ્રશ્યો જોઈને કોવિડ સ્મશાનમાં ઉપસ્થિત સહુ ગમગીન બની ગયા
જો કે આ ઘટનાને એક સપ્તાહ નથી થયું ત્યાં જ બાળકોના માથે બીજો પહાડ તૂટી પડ્યો અને આજરોજ દીપ્તિકા બહેને પણ અંતિમ ધમની વાટ પકડી. આજરોજ કોવિડ સ્મશાન ખાતે તેઓના મૃતદેહને અગ્નિ સંસ્કાર માટે લાવવામાં આવ્યો હતો. જ્યાં દસ વર્ષીય પાર્થે પોતાની માતાને અગ્નિદાહ આપ્યો. માસુમની આંખો માણવા રાજી જ ન હતી કે તેના શિરેથી માતા પિતા બંનેની છત્ર છાયા જતી રહી છે.

બન્ને બાળકોના માથેથી માતા પિતાની છત્ર છાયા છીનવાઇ
​​​​​​​
આંખોનાં આંસુ ચહેરા પર આવીને થંભી ગયા હતા. પોતાની વ્હાલસોયી માતાની ચિતાની ફરતે પ્રદક્ષિણા કરતા આ માસુમ કુદરતને પણ પૂછી રહ્યો હશે કે આટલી નિષ્ઠુરતા મારી સાથે જ કેમ. મે શું બગાડ્યું આ જગતનું. હજુ તો પિતાની આંગળી પકડીને પા પા પગલી પાડતા શીખ્યો અને માતાનું આંચલ શિરેથી હટ્યું જ નથી. તે પહેલા જ બન્ને બાળકોના માથેથી માતા પિતાની છત્ર છાયા છીનવી લીધી? માસુમ બાળક અચૂકએ પ્રશ્ન પૂછતો હશે કે હવે મારું કોણ? આ દ્રશ્યો જોઈને કોવિડ સ્મશાનમાં ઉપસ્થિત સહુ ગમગીન બની ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...