ગૌરવ:ભારતીય મૂળના ઈંદ્રિસ પટેલે બ્રિટનના બીજા નંબરના મેમોરેબલ એવોર્ડથી નવાજવામા આવ્યા

ભરૂચ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચ જિલ્લાની સાથે ભારત દેશનું ગૌરવ વધાર્યું

મૂળ ભારતીય વંશજના અને જન્મજાત બ્રિટિશ યુવાન ઈંદ્રિસ પટેલ પોતાના વંશજો સાથે બ્રિટનમાં રહે છે. તેમના માતા અને પિતા ભરૂચ જિલ્લાના વતની છે.બ્રિટનમાં તેઓની બાલ્ય અવસ્થાથી સંપૂર્ણ પરવરીશ તેઓના માતાએ કરી હતી. ઈંદ્રિસ ભાઈએ શૈક્ષણિક કાર્ય પૂર્ણ કરી પોતાનું જીવન કામકાજની સાથે સમાજની સેવા કરવામાં લગાવી દીધું હતું. સમાજના એવા લોકો જે ચૂપચાપ પોતાને થતો માનસિક અત્યાચાર સહન કરતા હોય તેમની સહાય માટે નિસ્વાર્થ વિનામૂલ્યે ત્યાં હાજર થઈ જતા. જેઓની આ સેવાભાવી વિચાર સરણીથી પ્રભાવિત થઈ બ્રિટનનો બીજા નંબરનો સર્વોચ્ચ પુરસ્કાર બ્રિટિશ એમ્પાયર એવોર્ડ અને બ્રિટિશ સીટીઝન એવોર્ડ આપવામાં આવ્યા છે.

મેડલ લેતી વેળા ઈંદ્રિસ ભાઈએ જણાવ્યું હતું કે, મારા માતા કહેતા હતા કે જ્યારે તમે કોઈની મદદ સેવા કરશો તે દિવસ તેમના માટે સૌથી ખુશીનો દિવસ હશે. આજે મારો આ મેડલ મારા માતાને અર્પણ કરું છું. ઈંદ્રિસ ભાઈના પત્ની પણ ભરૂચના કરમાડ ગામના છે અને તેમને સંતાનોમાં ત્રણ પુત્રીઓ છે. આ એવોર્ડ ભરૂચ જિલ્લા અને ભારત દેશ માટે ગૌરવ લેવા સમાન છે.

અન્ય સમાચારો પણ છે...