તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભરૂચ જિલ્લાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગરમાવો શરૂ થઇ ગયો છે. ગઇકાલે કોંગ્રેસે અને આજે ભરૂચ નગરપાલિકામાં અપક્ષ પેનલે ભાજપ પર ઉમેદવારોને ધમકાવવામાં આવ્યાં હોવાના આક્ષેપ કર્યાં હતાં. ઉપરાંત ટેકેદારોને ડરાવીને ફોર્મમાં તેમની સહિંઓ બોગસ હોવાનું અધિકારીઓ સમક્ષ કહેવડાવ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. અધિકારીઓએ મોડી સાંજ સુધીમાં ફોર્મ ચકાસવાની પ્રક્રિયા પુર્ણ કરતાં કુલ 1509 પૈકી 416 ફોર્મ રદ થતાં 1100 ફોર્મ માન્ય ઠર્યા હતા.
ભરૂચમાં ધીમેધીમે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો રાજકિય રંગ જામવા લાગ્યો છે. પક્ષોની સામેસામે આક્ષેપબાજીઓ શરૂ થઇ ગઇ છે. ભરૂચ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણાએ ગઇકાલે ભાજપના આગેવાનો પર આક્ષેપો કર્યાં હતાં. દરમિયાનમાં આજે ચૂંટણી અધિકારીઓ દ્વારા ઉમેદવારોના ફોર્મ ચકાસણીની કામગીરી શરુ કરી હતી. જેમાં ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 4માં અપક્ષના 3 ઉમેદવારોના ફોર્મ મુદ્દે હંગામો સર્જાયો હતો. ઉમેદવારોના ટેકેદારોએ અધિકારીઓ સમક્ષ ફોર્મમાં તેમની બોગસ સહિંઓ હોવાનું જણાવતાં માહોલ ગરમાયો હતો. ભાજપના આગેવાનોએ તેમને ડરાવી-ધમકાવી તેમની પાસે ખોટાં નિવેદનો કરાવ્યાં હોવાનો આક્ષેપ અપક્ષના ઉમેદવારોએ કર્યો હતો.
અંક્લેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર 6માં કોંગ્રેસમાંથી ફોર્મ ભરનાર એક ઉમેદવારોનું જાતિનુ પ્રમાણપત્ર ન હોવાથી તેનું ફોર્મ રદ થયું હતું. જેથી આ બેઠક ઉપર ભાજપ બિન હરિફ જાહેર થશે તે નક્કી જ છે. જ્યારે કોંગ્રેસ પક્ષમાંથી ફોર્મ ભરનારા અન્ય 4 ઉમેદવારોને પાર્ટીએ મેન્ડેટ નહીં આપતાં ફોર્મ કેન્સલ થયું હતું. જંબુસરમાં રદ થયેલાં 30 ફોર્મ પૈકી 3 ફોર્મ બેે કરતા વધુ સંતાનો હોવાને કારણે રદ થયાં હતાં.
કોંગ્રેસના 50 કાર્યકરો નજરકેદ
કોંગ્રેસના ઉમેદવારોને ભાજપ દ્વારા હાયજેક કરવાનો પ્રયાસ હોવાનો કોંગ્રેસ જિલ્લા પ્રમુખે આક્ષેપ કર્યા બાદ તેઓએ તેમના 50થી વધુ ઉમેદવારોને સુરક્ષિત રાખવા નજરકેદ કર્યાં હોવાના અહેવાલ સાંપડી રહ્યાં છે. નોંધનિય છે કે, કોંગ્રેસ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણાએ આક્ષેપ કર્યો હતો કે, તેમના ઉમેદવારોને ભાજપના આગેવાનો દ્વારા ફોન પર ધમકીઓ સાથે નાણાંકિય લાલચ આપવામાં આવી હતી.
ભાજપને ચૂંટણી લડ્યા વિના જીતવી છે, તેમને હારનો ડર સતાવે છે
જનતા અપક્ષના બેનર હેઠળ અમારા અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ભર્યાં છે. ત્યારે અમારા ઉમેદવારોને વોર્ડ નંબર 4 ના ભાજપના ઉમેદવારો દ્વારા ધમકીઓ આપવામાં આવી છે. અમારા ઉમેદવારોના ટેકેદારોને ધમકાવી બળજબરીથી ફોર્મ પર તેમની ખોટી સહીઓ હોવાની જુબાની અપાવી છે. ભાજપમાં હારનો ડર છે. તેથી અમારા ઉમેદવારોના ફોર્મ રદ કરાવી ચૂંટણી લડ્યા વિના જ જીતવા માટે કાવતરૂં છે.> મનહર પરમાર, અપક્ષ, ઉમેદવાર
ફોરેન્સિક-નાર્કો ટેસ્ટ કરાવો, સાચી હકીકત બહાર આવશે
ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 4ના 3 ઉમેદવારોમાં ટેકેદારોની સહી બોગસ હોવાનું કારણ આપ્યું છે. ચૂંટણીપંચે તનો ફોરેન્સિક રિપોર્ટ મેળવવો જોઇએ. ટેકેદારોનો નાર્કો ટેસ્ટ કરાવવો જોઇએ. જો તેમાં તેઓ ખોટા સાબિત થાય તો તેમની સામે કાર્યવાહી થવી જોઇએ.> ધવલ કનોજીયા, અપક્ષ
ચૂંટણી પંચના નિયમો મુજબ નામો બોર્ડ ઉપર મુકાય છેે
નોમિનેશનની પ્રક્રિયા ચાલતી હોય ત્યારે રાજ્ય ચૂંટણી પંચની સૂચના નમુનો 3 ક મુજબ ઉમેદવારી પત્ર ભરનાર તમામ વ્યક્તિનું - ટેકેદારનું નામ વિગતો સાથેની યાદી નોટીસ બોર્ડ પર પ્રસિદ્ધ કરવાની હોય છે. > એન. આર. પ્રજાપતિ, એસડીએમ, ભરૂચ.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.