તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેઠક:ઓક્સિજન બેડ વધારો, બાળકો માટે સુવિધા કરો: આરોગ્ય મંત્રી

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાની ત્રીજી લહેરના પૂર્વ આયોજન અંગે આરોગ્ય મંત્રીની બેઠક

ભરૂચ જિલ્લામાં આગામી કોરોનાની ત્રીજી સંભવિત લહેરને ધ્યાનમાં રાખીને જીએનએફસી સર્કિટ હાઉસ ખાતે આરોગ્ય મંત્રી કિશોર કાનાની (કુમાર)એ આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી ચર્ચા વિચારણાઓ કરી હતી.

આ બેઠકમાં કોરોનાની સંભવિત આગામી ત્રીજી લહેરમાં જિલ્લામાં કઈ રીતે તકેદારી રાખવી અને સંભવિત લહેરને લઈને કઈ રીતે પહોંચી વળવું એની માટે પૂર્વ તૈયારીના ભાગરૂપે અધિકારીઓને રાજ્યના આરોગ્ય મંત્રી કાનાનીએ જરૂરી સૂચનાઓ આપી હતી.વધુમાં કાનાણીએ વેક્સિનેશનને લઈને જણાવ્યું હતું કે,જે પ્રમાણે રજીસ્ટ્રેશન થાય એ પ્રમાણે વેક્સિનેશન સહિતની કામગીરી પૂર્ણ કરવાની સાથે મંત્રીએ સંભવિત ત્રીજી લહેરની પૂર્વ તૈયારીના ભાગરૂપે ઓક્સિજનની ચિંતા કરી અને આઇસીયું બેડમાં વધારો કરવા માટે આયોજન કરવાનું રહેશે અને સંભવિત ત્રીજી લહેર કદાચ બાળકોને અસર કરે તો તેને પહોંચી વળવા માટે પણ તંત્રને જરૂરી સૂચનાઓ આપી હતી. બાળકોના સ્વાસ્થ્ય માટે જરૂરી વ્યવસ્થા કરવા ખાસ જણાવ્યું હતું. આ બેઠકમાં ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા, જિલ્લા કલેકટર ડો.એમ.ડી.મોડિયા,ડીડીઓ યોગેશ ચૌધરી, જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્પા પટેલ, જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, જિલ્લા આરોગ્ય અધિકારી દુલેરા તેમજ સિવિલના આરએમઓ એસઆર પટેલ અને અન્ય મેડિકલ સ્ટાફ, અધિકારીઓ-પદાધિકારીઓ હાજર રહ્યાં હતાં.

ભરૂચ જિલ્લામાં કોરોનાની બીજી લહેર શાંત પડી
ભરૂચ જિલ્લામાં કોરોનાની બીજી લહેર શાંત પડી ગઈ છે. જિલ્લામાં નવા કેસ પણ હવે 1-2 નોંધાઈ રહ્યા છે. તેમાં પણ હોસ્પિટલમાં જવાની જરૂર જણાતી નથી. પરંતુ તંત્ર હજી પણ તકેદારી રાખી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...