• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Inauguration Of Fireworks Stall At SRP Group 10, Rupnagar, Walia At A Discounted Rate By Cooperative Credit And Consumer Society

ઉદ્દઘાટન:વાલિયાના રૂપનગર સ્થિત એસ.આર.પી.ગ્રુપ-10 ખાતે સહકારી ધિરાણ અને ગ્રાહક મંડળી દ્વારા રાહતદરે ફટાકડા સ્ટોલનું ઉદ્દઘાટન કરાયું

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ સુપ્રીટેન્ડન્ડ દ્વારા ફટાકડા સ્ટોલનું ઉદ્દઘાટન કરા કરવામાં આવ્યું

વાલિયાના રૂપનગર સ્થિત એસ.આર.પી.ગ્રુપ-10 ખાતે પોલીસ પરિવારજનોને રાહતદરે ફટાકડા મળી રહે તે માટે વર્ષ-2008માં કેમ્પ ખાતે ફટાકડાનો સ્ટોલ શરૂ કરવામાં આવ્યો હતો. જે બાદ વર્ષ-2019માં તાલુકાવાસીઓ સહિત ગરીબ લોકોને પણ રાહતદરે ફટાકડાનો લાભ મળે તે માટે સહકારી ધિરાણ અને ગ્રાહક મંડળી દ્વારા તમામ લોકો માટે સ્ટોલ ખુલ્લો મુકવામાં આવ્યો છે. હાલ દિવાળી પર્વના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આજરોજ પોલીસ સુપ્રીટેન્ડન્ડ હેતલબેન પટેલના હસ્તે રીબીન કટિંગ કરી ફટાકડા સાથે સખી મંડળના વસ્ત્ર ભંડારના સ્ટોલનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ડી.વાય.એસ.પી.જે.બી.પટેલ,બી.એચ.બારા,ડી.એચ.પટેલ અને પી.આઈ.એન.એ.પરમાર તેમજ પી.એસ.આઈ.એમ.એચ.પરમાર,બી.ડી.વસાવા તેમજ પોલીસ પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...