સુવિધા:ભરૂચના કોલેજ રોડ પર 24 લાખના ખર્ચે 92 સ્ટ્રીટલાઇટનું લોકાર્પણ

ભરૂચ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નર્મદા મૈયા બ્રિજ પર ભલે અંધારપટ પણ સર્વિસ રોડ પર ઝગમગાટ

ભરૂચના ગોલ્ડનબ્રિજને સમાંતર બનેલાં નર્મદા મૈયા બ્રિજ પરથી વાહનોની સંખ્યામાં વધારો થઇ રહયો છે. નર્મદા મૈયા બ્રિજ તથા તેના બંને તરફના છેડા પર આવેલાં રોડ પર છાશવારે લાઇટો બંધ જોવા મળતી હોય છે.

ભરૂચ – અંકલેશ્વર વચ્ચેના રોડ પર કોઇ વાર લાઇટોનો ઝગમગાટ હોય છે તો કોઇ વાર અંધારપટ.નર્મદા મૈયા બ્રિજ પર લાઇટોની સમસ્યા વચ્ચે બ્રિજના સર્વિસ રોડ પર લાઇટો પાછળ 24 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. શહેરના કોલેજ રોડ પર બ્રિજની નીચે 92 જેટલી સ્ટ્રીટલાઇટ નાંખવામાં આવી છે. ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ તથા અન્ય હોદ્દેદારોની હાજરીમાં આ સ્ટ્રીટલાઇટોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...