તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દીપડો પાંજરે પૂરાયો:વાલિયાનાં વિઠ્ઠલગામમાં બકરાનો શિકાર કરનાર કદાવર દીપડો આખરે 10 દિવસ બાદ પાંજરે પૂરાયો

ભરૂચ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દીપડો પાંજરે પૂરતા ગ્રામજનોએ રાહતના શ્વાસ લીધા

વાલિયા તાલુકાનાં વિઠ્ઠલગામમાં છેલ્લા ઘણા દિવસથી દીપડાના આંટા ફેરા વધ્યા હતા. જે બાદ દીપડાએ 10થી 12 દિવસ પહેલા ઘરના વાડામાં બાંધેલા બકરાનો શિકાર કરી તેને ફાડી ખાતા ગ્રામજનોમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું હતું. દીપડા અંગે ગ્રામજનોએ વાલિયા વન વિભાગ ખાતે આર.એફ.ઓ મહિપાલ સિહ ગોહિલને જાણ કરવામાં આવી હતી વન વિભાગની ટીમ સ્થળ દોડી આવી હતી અને મારણ સાથે પાંજરું ગોઠવ્યું હતું.

વન વિભાગના પાંજરામાં આજરોજ વહેલી સવારે મારણનું શિકાર કરવા આવેલો કદાવર દીપડો પાંજરે પુરાયો હતો. દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોના ટોળાં તેને જોવા ઉમટી પડ્યા હતા. કદાવર દીપડો પાંજરે પુરાતા વન વિભાગની ટીમ દ્વારા તેને વાલિયા ખાતે લાવવામાં આવ્યો હતો. આશરે ત્રણથી ચાર વર્ષનો દીપડો તંદુરસ્ત અને સ્વસ્થ હોવાથી તેને સુલપ્રાણેશ્વર જંગલના અભિયારણમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...