• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • In Walia Taluka, It Is Alleged That The President And Vice President Have Allocated Most Of The Grant For Development Works At Their Seats.

આક્ષેપ:વાલિયા તાલુકામાં પ્રમુખ અને ઉપ પ્રમુખે વિકાસ કામો માટે ફાળવવામાં આવેલી ગ્રાન્ટની મોટા ભાગની રકમ પોતાની બેઠક પર ફાળવી હોવાનો આક્ષેપ કરાયો

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કારોબારી અધ્યક્ષના મેળાપીપણામાં પોતાની બેઠક પર મોટા ભાગની રકમ ફાળવી હોવાના તાલુકા પંચાયતના સભ્યોના આક્ષેપને પ્રમુખે નકારી કાઢયા
  • તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો ઉપર કુલ રૂપિયા 1.50 કરોડ રકમ વિકાસકામો માટે ફાળવવામાં આવી

વાલિયા તાલુકામાં પ્રમુખ અને ઉપ પ્રમુખે ટીડીઓના મેળાપીપણામાં પોતાની બેઠક પર મોટા ભાગની રકમ વિકાસ કામોમાં ફાળવી દીધા હોવાના આક્ષેપ કરવામાં આવ્યાં છે. જેમાં અપક્ષના ધોળગામ બેઠકના સભ્યએ પણ સૂર મિલાવ્યાં છે.

વાલિયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો ઉપર કુલ રૂપિયા 1.50 કરોડ જેટલી વિવેકાધીન ફંડની રકમ વિકાસકામો માટે ફાળવવામાં આવી હતી. જેમાં જબુગામ બેઠકના કોંગ્રેસના સભ્ય વીજયસિંહ વસાવાએ મોટા ભાગની ગ્રાન્ટ પ્રમુખ અને ઉપપ્રમુખે પોતાના તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકો ઉપર ફાળવી દીધી હોવાનો આક્ષેપ કર્યો છે. ગ્રાન્ટમાંથી વિકાસ કામો ફાળવવા અંગે તમામ સભ્યોનો પણ મત નહી લઈ ટીડીઓના મેળાપીપણામાં અધિકારીઓ અને પદાધિકારીઓએ મનસ્વી રીતે રકમ ફાળવી દીધી હોવાનો આક્ષેપ કરી સરકાર તેના પર ધ્યાન આપે તે માટે ટકોર કરી છે.

આ બાદ અપક્ષના ધોળગામ બેઠકના સભ્ય અને પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ રાજુભાઇ વસાવાએ પણ વિજય વસાવાની ગ્રાન્ટ બાબતે નારાજગીને ટેકો આપી વિકાસની વાતો માળખાકીય રીતે જે ગ્રાન્ટો ફાળવામાં આવે છે તે ગ્રામ પંચાયતોની ગ્રામ સભા મુજબ પ્રયોરિટી આપવાની હોય છે પરંતુ આવું બન્યું નથી પ્રમુખ, ઉપ પ્રમુખ અને કારોબારી સભ્યએ મનસ્વી રીતે આ કામ કર્યું હોવાના આક્ષેપ કર્યા છે અને ફરી રીન્યુ કરવાની માંગ કરી છે. ત્યારે આ બંને સભ્યોના આક્ષેપોને તાલુકા પંચાયતના પ્રમુખ સેવંતુ વસાવા નકારી કાઢી છેલ્લા 30 વર્ષથી વિકાસથી વંચિત પ્રાયોરિટી આપી હોવા સાથે વાલિયા તાલુકા પંચાયત બેઠકના સભ્ય દમીયંતી બેન વસાવાની બેઠક પર જે આક્ષેપ કરાયા છે જે પાયા વિહીન છે. ભાજપના સભ્ય દમીયંતીબેન વસાવાના વિસ્તારમાં વિવિધ ગ્રાન્ટ હેઠળ 62 લાખના કામો ફાળવાયા હોવાનું જણાવ્યું હતું.

સાંસદ મનસુખ વસાવાની ગ્રાન્ટની વાત કરી છે. જેમાં પણ એમ્બ્યુલન્સ માટે રૂપિયા 21 લાખ અને વિવિધ ગામોમાં બેસવાના બાકડા માટે ચાર લાખ, રસ્તા અને બાકીના કામો કરવા જણાવ્યું હતું. તેઓએ વધુમાં ધારાસભ્ય છોટુ વસાવાને નિશાન બનાવી 30 વર્ષમાં તેઓની ગ્રાન્ટમાંથી ક્યાં કામો થયા તેની માહિતી માંગવાની પણ તજવીજ હાથ ધરી હોવાનું કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...