આર્થિક ઉચાપતમાં તપાસ:વાલિયા ગણેશ સુગરમાં રૂ. 5.74 લાખની ગેરરીતિ અંગે જિલ્લા રજિસ્ટ્રારે ચોક્સી અધિકારીની તપાસ માટે નિમણુંક કરી

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાંચ મહિનામાં થયેલી નાણાકીય ગેરરીતિની એક મહિનામાં તપાસ કરી આધાર પુરાવા અને નિવેદનો આપવાના રહેશે

વાલિયાની વતારીયા ગણેશ સુગરમાં રૂ. 85 કરોડની આર્થિક ઉચાપતમાં જ્યાં છેલ્લા 20 દિવાથી પૂર્વ ચેરમેન અને કોંગી અગ્રણી સંદીપ મંગરોલા જ્યૂડીશયલ કસ્ટડીમાં છે, ત્યાં તેમની મુશ્કેલી વધારતો વધુ એક હુકમ રૂ. 5.74 લાખની ગેરરીતિને લઈ કરાયો છે.

ભરૂચ જિલ્લા સહકારી મંડળીઓના રજિસ્ટ્રાર પી.બી.કણકોટીયાએ સહકારી મંડળી અધિનિયમ 1961ની કલમ 86ની જોગવાઇ અન્વયે ચોક્સી અધિકારીની નિમણુંકનો હુકમ કર્યો છે.

ગણેશ સુગર ફેકટરીના ડીરેકટરો અને સભાસદોની અગાઉની અરજી અંગે તપાસણી અધિકારીની તપાસમાં 17 સપ્ટેમ્બરથી 2020થી 3 ફેબ્રુઆરી દરમિયાન રૂ. 5.74 લાખની નાણાંકિય ગેરરીતી થઇ હોવાનું પ્રાથમિક તબક્કે બહાર આવ્યું હતું. જે ગેરરીતિની જવાબદારી નક્કી કરવા જિલ્લા રજિસ્ટ્રારે ચોક્સી અધિકારી તરીકે પી.એચ.વાઘેલાની નિમણુંક કરી છે. જે કામગીરી તાકીદે શરૂ કરી એક માસમાં પૂર્ણ કરી ચોક્સી અહેવાલ આધાર પૂરાવા નિવેદનો સહીત રજુ કરવા હુકમ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...