રાહત:ઝનોર ગામમાં 13 લોકોને બચકાં ભરનાર બે વાનર પાંજરે પુરાયા

ભરૂચ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચના ઝનોર ગામે અઠવાડિયાથી બે કપિરાજે આંતક મચાવ્યો હતો
  • બંને કપીરાજ પાંજરે પુરાતાં ગામલોકોએ રાહતનો દમ લીધો હતો

ભરૂચ તાલુકાના ઝનોર ગામે એક અઠવાડિયાથી કપિરાજએ આંતક મચાવતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.જેમાં કપિરાજે ગામમાં ઘરની બહાર નીકળતા લોકો ઉપર હુમલો કરીને બચકા ભરી લેવાંના બનાવો બન્યા હતા.બંનેય કપિરાજે ગામના 13 જેટલા લોકો પર હુમલા કરી તેમના શરીરે બચકાં ભરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.જેથી ગામમાં સમગ્ર દિવસ દરમિયાન લોકડાઉનનો માહોલ જોવા મળતો હતો.

ગામમાં આંતક મચાવનાર બંનેય વાનરોને પાંજરે પુરવા વન વિભાગને રજૂઆત કરી હતી. બનાવની જાણ મળતા જ વન વિભાગ અને બીએનસીના કાર્યકરો ઝનોર ગામે દોડી આવ્યા હતા.કપિરાજને પાંજરે પુરવા અલગ અલગ સ્થળોએ 10 પાંજરા ગોઠવી દેવામાં આવ્યા હતાં.  દરમિયાનમાં આજે ગુરૂવારે બે કપીરાજો બે અલગ અલગ પાંજરામાં પુરાઈ જતા ગ્રામજનોના ટોળે ટોળા તેમને જોવા ઉમટી પડ્યા હતા. બંનેય કપીરાજ પાંજરે પુરતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...