તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ઘરમાં વિધિના નામે રૂ. 33 લાખ પડાવનારની કુંડળી વિધવાની દીકરીએ જ કાઢી

ભરૂચ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફિલિપ રેમન્ડ ફૂંટીનો ઉર્ફે રોની, ડિમ્પલ વિક્રમસિંહ કુંપાવત - Divya Bhaskar
ફિલિપ રેમન્ડ ફૂંટીનો ઉર્ફે રોની, ડિમ્પલ વિક્રમસિંહ કુંપાવત
 • રોની અને ડિમ્પલે વિધવા પાસેેથી ટ્રસ્ટ બનાવવા નાણા ખંખેરતા દીકરીએ ઓનલાઈન સર્ચ કરી તથ્ય ચકાસ્યું

ભરૂચના સિવિલ રોડ ઉપર રહેતી વિધવા મહિલા સાથે 33 લાખની છેતરપિંડી કરનાર ફિલિપ રેમન્ડ ફૂંટીનો ઉર્ફે રોની મૂળે શારીરિક શિક્ષણનો શિક્ષક હતો. જે બાદમાં કમ્પ્યુટરના ધંધામાં પ્રવેશતાં 22 વર્ષિય ડિમ્પલ વિક્રમસિંહ કુંપાવત સાથે પરિચય કેળવાયો હતો. બંને વચ્ચે મિત્રતા કેળવાતા સાથે હરતા ફરતા. દરમિયાન વિધવાની દત્તક લીધેલી દીકરી સાથે ડિમ્પલને પરિચય થતાં ડિમ્પલ અને રોની વિધવાના દુઃખમાં સહભાગી થવાનો ઢોંગ કરી વિધવાના રૂપિયા ઉપર નજર બગાડી હતી.

પરંતુ પુખ્ત વયની થઈ ચૂકેલી દીકરીએ માતા સાથે બની રહેલી તમામ ઘટનાઓ જોઈ ઓનલાઈન સર્ચ કરી માતાને સમજાવી અને છેતરપિંડીના કારસાનો ભાંડો ફૂટ્યો. ફરિયાદ થતાં રોનીને પકડીને જેલ હવાલે કર્યો છે. જ્યારે ડિમ્પલ ફરાર થતાં તેને પકડવાની તજવીજ ચાલી રહી છે. પીઆઈ એ.કે. ભરવાડ તપાસ ચલાવી રહ્યા છે.

માતાને ફરિયાદ કરવા દીકરીએ તૈયાર કરી
દત્તક લીધેલી દીકરીએ ઘરમાં તેની માતા સાથે જે થઈ રહ્યું હતું તે બધું જોયું એટલે તેને શંકા ઉપજી. ત્યારબાદ તેણે ટ્રસ્ટની નોંધણીને ધ્યાનમાં લઈને ઓનલાઈન સર્ચ કર્યું. જ્યાં કંઈ જ ન મળતાં છેતરાયાની શંકા ગઈ. એટલે તેણે માતાને વિશ્વાસમાં લઈ પોલીસમાં ફરિયાદ નોંધાવવા માટે તૈયાર કરી હતી.

પતિના નામે ટ્રસ્ટ બનાવી રૂપિયા પડાવ્યા
વિધવા પાસે નાણાં હોવાનું પારખી ગયેલા રોનીએ વિધવાને પતિના નામે ટ્રસ્ટ બનાવી લોકોની સેવા કરવા રજીસ્ટ્રેશનના બહાને અલગ અલગ રીતે 33 લાખ રૂપિયા પડાવી લીધા. જેે રોનીએ ધંધામાં રોકી દીધા હતા. નાણાની લેવડ દેવડમાં નોટરી પણ કરી હતી.

વિધવાના પરિચયમાં રોની કેવી રીતે આવ્યો ?
રોની ભરૂચની ખાનગી સ્કૂલમાં શારીરિક શિક્ષણનો શિક્ષક હતો. પછી તેણે કમ્પ્યુટરનો બિઝનેશ શરૂ કર્યો હતો. ડિમ્પલના પિતાએ તેને ઘરે બોલાવતાં ડિમ્પલના પરિચયમાં આવ્યો અને બંને મિત્રો બની ગયા. ડિમ્પલે વિધવા મહિલાની દીકરી સાથે ફ્રેન્ડશિપ થતાં બંને સંપર્કમાં હતી. દરમિયાન રોની પણ તેમના ઘરે અવાર નવાર જતાં પરિચય કેળવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો