તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:નોકરી માટે ONLINE રજિસ્ટ્રેશનના નામે યુવાન સાથે રૂ. 64 હજારની ઠગાઇ

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચના યુવાનને વેબસાઈટ પર રિઝ્યૂમ અપલોડ કરતાં સૌથી પહેલાં 10 રૂપિયા ભરાવ્યાં હતા

ભરૂચના યુવાને એક વેબસાઇટ પર પોતાનો રિઝ્યુમ અપડેટ કર્યો હતો. દરમિયાનમાં તેના લાયકની નોકરી માટે તેને રજિસ્ટ્રેશન માટે 10 રૂપિયા ઓનલાઇન ભરવા માટે ફોન પર જણાવાતાં તેણે બે વાર રૂપિયા જમા કરવાની કોશિષ કરી હતી.તે અરસામાં તેના એકાઉન્ટમાંથી કુલ 64 હજાર રૂપિયા ઉપડી જતાં તેણે દહેજ મરીન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

ભરૂચના ભોલાવમાં અલકનંદા પાર્ક ખાતે રહેતાં જિજ્ઞેશ ઇશ્વર ગોહિલ વર્ષ્ 2015થી રિલાયન્સ કંપનીમાં નોકરી કરતાં હતાં. હાલમં જ 12 મેના રોજ તેણે નોકરીમાંથી રિઝાઇન આપી જીએસીએલ કંપનીમાં નોકરી શરૂ કરી હતી. તેમણે 2 ડિસેમ્બરના રોજ તેમણે તેમનો રિઝ્યુમ નોકરી ડોટ કોમ પર અપડેટ કર્યો હતો.

જે બાદ 4 ડિસેમ્બરે તેઓ નોકરીએ હતાં તે વેળાં તેમના પર એક શખ્સે ફોન કરી નોકરી ડોટ કોમના કર્મચારી તરીકે ઓળખ આપી તેમને નોકરીજોબવર્ક.ઇન પર 10 રૂપિયાનું રજિસ્ટ્રેશન કરાવવા કહેતાં તેમણે તે રીતે બે વાર પોતાના એકાઉન્ટમાંથી રૂપીયા જમા કરવાની કોશિષ કરી હતી. જોકે, રૂપિયા જમા થયાં ન હતાં. અરસામાં તેમના ફોનમાં મેસેજ આવતાં તે તપાસતાં તેમના બેન્ક ખાતામાંથી પહેલાં 24,987 તેમજ બાદમાં 39,999 રૂપિયા ઉપડી ગયાં હોવાનો મેસેજ આવ્યો હતો. તેમની સાથે ઠગાઇ થઇ હોવાનું માલુમ પડતાં તેમણે દહેજ મરીન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...