છેતરપિંડી:ધંધામાં રોકાણના નામે બે યુવાનો સાથે રૂ. 54.50 લાખની ઠગાઇ

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ભરૂચ શહેરની હૂસેનિયા સોસાયટીમાં રહેતા યુવાને ફરિયાદ નોંધાવી

ભરૂચ શહેરના શેરપુરા રોડ પર આવેલાં ખુર્શિદ પાર્ક પાસેની ખુશ્બુ પાર્ક સોસાયટી-2 ખાતે રહેતાં યાહ્યા મોહમંદશબ્બીર કુરેશી ટુ વ્હિલર લે-વેચનો વેપાર કરે છે. આજથી એકાદ વર્ષ પેહલાં તેના મિત્ર ઇમરાન અબ્દુલ એહમદ પટેલ (રહે. સંતોષી વસાહત) સાથે મુલાકાત થતાં ઇમરાને તેને જણાવ્યું હતું કે, તે હાલમાં તેની પાસે કપડાન મોટો જથ્થો આવ્યો છે. જો તે તેના ધંધામાં રોકાણ કરવા માંગતો હોય તો તેને રોકાણના 50 ટકા નફો આપશે તેમ જણાવ્યુ હતું. જેના પગલે યાહ્યા કુરેશીએ કુલ 25 લાખ રૂપિયા ઇમરાનને આપ્યાં હતાં. જેના પગલે ઇમરાને તેને 6 મહિના બાદ 35 લાખ રૂપિયા આપવાની ખાત્રી આપી હતી.

જોકે, છ મહિના બાદ યાહ્યાએ ઇમરાન પાસે રૂપિયાની માંગણી કરતાં તેણે હજી થોડો સમય રોકાવું પડશે. જે બાદ તેણે એક મહિના પછી રૂપિયાની માંગણી કરતાં તેણે રૂપિયા નહીં આપી વાયદા કરતો હતો. જે બાદ તેણે અગલ અગલ રકમના કુલ 6 ચેક આપ્યાં હતાં. જે બાઉન્ડ થયાં હતાં. જે બાદ પણ તે વાયદાઓ કરી રહ્યો હતો.

અરસામાં તેણે જણાવ્યું હતું કે, ઇર્ષાદ મોહમદ ઇદ્રીશ મોલવી પાસેથી પણ તેણે 29.50 લાખ રૂપિયા ધંધાર્થે લીધાં છે તે પણ પરત કરવાના છે. રેડિમેઇડ કપડાઓનું વેચાણ કરવા છતાં તેણે રૂપિયા પરત નહીં ચુકવતાં આખરે યાહ્યા મોહમંદશબ્બીર કુરેશીએ ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકે ઇમરાન વિરૂદ્ધ છેેતરપિંડી સબબનો ગુનો નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...