તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોંઘવારી:કોરોના મહામારી વચ્ચે મોંઘવારીથી લોકો પીસાય, પેટ્રોલ-ડીઝલ સાથે વિવિધ ખાદ્ય તેલના ભાવ આસમાને

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇમ્પોર્ટ કરાયેલા તેલમાં ટેક્સ સહિત લોકલ માર્કેટમાં ડિમાન્ડ વધતાં તેલના ભાવ ડબલ થયા

અંકલેશ્વર શહેરમાં આવેલ વિવિધ ઓઇલ ડેપો ખાતે કોરોના મહામારી વચ્ચે વિવિધ ખાદ્ય તેલના ભાવમાં વધારો થયો છે. જેમાં મધ્યમ, ગરીબ વર્ગના પેટ પર પડતા પર પાટુ જેવો ઘાટ થયો છે.

ભાવ વધારામાં તેલનો જથ્થો ઓછો આવાનું અનુમાન

કોરોના મહામારી વચ્ચે છેલ્લા એક વર્ષથી વિવિધ ખાદ્ય તેલના ભાવમાં વધારો જોવા મળ્યો છે. કપાસિયા, સીંગતેલ, સરસ્યું, સોયાબીન અને સન ફ્લાવર સહિતના તેલના ભાવ ડબલ થઈ ગયા છે. આ તેલ વધારા પાછળ ઓઇલ ડેપો ધરાવતા વેપારીઓ ઇમ્પોર્ટ તેલમાં ટેક્સ ડબલ કરવા સાથે બહારથી આવતો તેલનો જથ્થો ઓછો આવાનું માની રહ્યાં છે.

ગરીબ અને મધ્યમ વર્ગના પેટ પર પડતા પર પાટુ જેવો ઘાટ થયો

તો લોકલ માર્કેટમાં ડિમાન્ડ વધવાથી તેલના ભાવમાં વધારો થયો હોવાનું જાણવા મળ્યું છે. હાલ કપાસિયા તેલમાં-1 હજાર, સીંગતેલમાં-1200થી 1300, સરસ્યામાં-1100 તો સોયાબીનમાં-1200થી 1250 જ્યારે સન ફ્લાવરમાં પણ વધારો થયો છે. ત્યારે પેટ્રોલ-ડીઝલ સાથે વિવિધ ખાદ્ય તેલના ભાવ આસમાને જતાં ગરીબ અને મધ્યમ વર્ગના પેટ પર પડતા પર પાટુ જેવો ઘાટ થયો છે. ત્યારે રાજ્ય સરકાર વિવિધ ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો કરે તે અત્યંત જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...