ચૂંટણી:નર્મદા જિલ્લામાં ચૂંટણીમાં 35થી વધુ ગામમાં સંપર્ક માટે તંત્રએ 91 વોકિટોકી રાખવી પડી

રાજપીપળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રવાસનધામ તકીરે જાહેર થયા બાદ પણ જિલ્લામાં કનેક્ટિવિટી નહીં

ગુજરાતનો સીમાડો ગણાતો અને સંપૂર્ણ આદિવાસી વસ્તી ધરાવતો જીલ્લો એટલે નર્મદા જીલ્લો જેની ભૌગોલિક વિસ્તારનો 44 ટકા વિસ્તાર જંગલ વિસ્તાર છે અને આ જીલ્લા માં સાતપુડા અને વિંધ્યાચલ ગિરિમાળાઓ પણ આવેલી છે ત્યારે 550 થી વધુ ગામડાઓ અને 5.90 લાખની વસ્તી ધરાવતો આ જીલ્લા ને પ્રવાસન ધામ રાજ્ય સરકારે જાહેર કર્યો છે પરંતુ શુલપાણેશ્વર અભિયારણ ને કારણે આ વિસ્તાર વિકાસથી વંચિત છે અને આમ જોઈએ તો 35 થી વધુ ગામો માં કનેકટીવીટી નો પ્રાણ પ્રશ્ન છે જયારે અતી અંતરિયાળ એવા 35 જેટલા ગામો માં તો સંપર્ક કેવીરીતે કરવો એ એક પ્રશ્ન છે વહીવટી તંત્ર વારંવાર રજુઆતો કરે છે પણ કોઈ આ સમસ્યા હાલ કરતુ નથી.

કર્મીઓને સ્પેશિયલ વોકીટોકીની ટ્રેનિંગ અપાઇ
જે ગામોમાં કનેક્ટિવિટી નથી એવા ગામોમાં પોલીસ જવાનો પાસે વોકિટોકીનો સેટ આપવામાં આવ્યો છે. આ વોકીટોકી માટે જીલ્લામાં આવેલી તમામ રેન્જોમાં આવતા આવા ગામોમાં ટાવરો ઉભા કરાયા અને જ્યાં વોકીટોકી તૈનાત રખાશે અને જેનો રીપોર્ટ પણ ચૂંટણીઅધિકારીને કરવામાં આવશે જે માટે સ્પેશિયલ વોકીટોકીની ટ્રેનિંગ પણ આપવામાં આવી છે જેમાં 91 પોલીસ કર્મી વોકીટોકી સાથે તૈનાત કરવામાં આવ્યા છે.> રાજેશ પરમાર, ડીવાયએસપી,નર્મદા.

અન્ય સમાચારો પણ છે...