તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બસ સેવાનો પ્રારંભ:ભરૂચ શહેરમાં ચાર વર્ષ બાદ 9 રૂટ ઉપર નવી 12 CNG બસો દોડાવાશે

ભરૂચ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બસોને અધિકારી-પદાધિકારીઓએ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

ભરૂચમાં છેલ્લા ચાર વર્ષથી બંધ શહેરી સિટી બસ સેવા વિશ્વ પર્યાવરણ દિવસથી મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ઇ-લોકાર્પણ દ્વારા ફરી શરૂ કરાઈ છે. પ્રથમ સ્ટેજમાં શહેરના 9 રૂટ પર 15 સ્ટોપ ઉપર નવી 12 CNG બસોને અધિકારી-પદાધિકારીઓએ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

ભરૂચ શહેરમાં છેલ્લા 4 વર્ષથી બંધ સિટી બસ સેવાનો લોકો પુનઃ લાભ લઈ શકશે.વિશ્વ પર્યાવરણ દિવસે णCM વિજય રૂપાણીએ મુખ્યમંત્રી શહેરી બસ સેવા અન્વયે ભરૂચ નગરપાલિકાને ફાળવેલી 12 સિટી બસ સેવાનું ગાંધીનગરથી ઈ-લોકાર્પણ કર્યું હતું. ભરૂચના લોકોની સુવિધા માટે તેમજ પર્યાવરણને ધ્યાનમાં રાખીને પ્રદુષણ અટકાવવા સીએનજી બસ સેવાનો શનિવારે પ્રારંભ કરાયો છે. જે શહેરના 9 રૂટ પર કુલ 12 સીએનજી શહેરી બસ, સેવા શહેરના નાગરિકો માટે શરૂ કરવામાં આવી છે.

આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે,ભરૂચમાં પ્રદુષણની માત્રામાં ઘટાડો થાય, ટ્રાફિકની સમસ્યામાં ઘટાડો થાય તેમજ વ્યક્તિગત વાહનોનો ઉપયોગ ઘટે તે હેતુથી પબ્લિક ટ્રાન્સપોર્ટેશનની સુવિધા વિકસાવવા પર ભાર આપ્યો છે. ભરૂચમાં સીએનજી બસો શરૂ થવાથી નાગરિકોને ઓછા ખર્ચે, સલામતી સાથે મુસાફરી પ્રાપ્ત થનાર છે.

સિટી બસ સેવાને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકોર હોલ ખાતે વિશ્વ પર્યાવરણ દિન શનિવારે સવારે 10 કલાકે મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધાનું વિજય રૂપાણી દ્વારા ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ધારાસભ્ય દુષ્યંત પટેલ, કલેકટર ડો. એમ.ડી. મોડિયા, પાલિકા પ્રમુખ અમિત ચાવડા, ચીફ ઓફિસર સંજય સોની સહિત અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહી સિટી બસ સેવાને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

અગાઉ સિટી બસ સેવાનું બાળ મરણ થયું હતું

ભરૂચ શહેરમાં પહેલા સ્ટેજમાં સિટી બસ સેવા 9 રૂટ ઉપર નવી 12 CNG બસો સાથે શરૂ કરાઇ છે. હાલ 15 બસ સ્ટોપ કાર્યરત થઈ ગયા છે. જ્યારે હજી બીજા 35 બસ સ્ટોપની કામગીરી ચાલી રહી છે. શહેરીજનોને દર અડધા કલાકે બસ સ્ટોપ પરથી બસ મળી શકશે. શહેરમાં સિટી બસ સેવા રોજ 1000 કિલોમીટરનું સંચાલન કરશે. ઉલ્લેખનીય છે કે, શહેરમાં વર્ષ 2017 માં અમદાવાદની એજન્સીએ શહેરમાં સિટી બસ સેવા ચલાવવા ખોટના પગલે અસમર્થતા બતાવતા સિટી બસ સેવાનું બાળ મરણ થયું હતું.

અગાઉ સિટી બસ ખોટ ખાતા બંધ થઇ
ભરૂચના શહેરીજનોને સસ્તા ભાડામાં મુસાફરી કરવા મળે તે માટે વર્ષ 2011માં સિટી બસ સેવા શરૂ કરવામાં આવી હતી. જેનો કોન્ટ્રાક્ટ અમદાવાદની ચાર્ટર સ્પીડ કંપનીને આપવામાં આવ્યો છે. થોડા વર્ષમાં તો સિટી બસ સેવાના સંચાલનમાં ખોટ જઈ રહી હોવાને કારણે પાલિકાની હદની બહાર બસ દોડાવવા માટે કંપની તરફથી નગર પાલિકાના સત્તાધીશોને રજૂઆત કરવામાં આવી હતી.પરંતુ અનેક વારની રજુઆતો કરતા તેમની માંગણી ન સંતોષતા કંપની દ્વારા ખોટ જતી હોવાનો હવાલો આપી સીટી બસ સેવા બંધ કરી દીધી હતી.

હાલ 15 બસ સ્ટોપ કાર્યરત, 35ની કામગીરી શરૂ કરાઈ છે
ભરૂચ શહેરમાં પેહલા સ્ટેજમાં સિટી બસ સેવા 9 રૂટ ઉપર નવી 12 CNG બસો સાથે શરૂ કરાઇ છે. હાલ 15 બસ સ્ટોપ કાર્યરત થઈ ગયા છે,જ્યારે હજી બીજા 35 બસ સ્ટોપની કામગીરી ચાલી રહી છે. શહેરીજનોને દર અડધા કલાકે બસ સ્ટોપ પરથી બસ મળી શકશે. શહેરમાં સિટી બસ સેવા રોજ 1000 કિલોમીટરનું સંચાલન કરશે.

મહિને 1.35 લાખની આવક સામે 2.50 લાખથી વધુનો ખર્ચ
ભરૂચ સિટી બસ સેવાની મહિનાની મુસાફરોની આવક રૂપિયા 1.35 લાખ છે. જેની સામે સીએનજી અને 7 ડ્રાઈવર- કૅન્ડક્ટરનો ૈપગાર પેટે જ દર મહિને રૂપિયા 2.50 લાખથી વધુનો ખર્ચ થઇ છે. તેમ કોન્ટ્રાક્ટરે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...