વિવાદ:ભરૂચ તાલુકાના થામ ગામે બે કોમના પરિવાર વચ્ચે ધિંગાણું

ભરૂચ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇજાગ્રસ્તો ભરૂચ સિવિલમાં દાખલ, તાલુકા પોલીસમાં ફરિયાદ

ભરૂચ તાલુકામાં આવેલાં થામ ગામે બે કોમના પરિવાર વચ્ચે નજીવા મુદ્દે ધિંગાણું સર્જાયું હતું. બન્ને પરિવાર વચ્ચે મારામારી થતાં ચારથી વધુ લોકોને ઇજાઓ થઇ હતી. બનાવને પગલે ભરૂચ તાલુકા પોલીસે બન્ને પક્ષની ફરિયાદના આધારે 8 જણા વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ તાલુકામાં આવેલાં થામ ગામે આહિર ફળિયામાં રહેતાં બળવંત મના આહિરે ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ તેમની ગાય-ભેંસોને ગામની સીમમાં ચરાવવા લઇ ગયાં હતાં.

જ્યાંથી પરત આવતી વેળાં ગામના કબ્રસ્તાન પાસે રોડની બન્ને સાઇડ વાહનો પાર્ક હતાં ત્યાંથી જતી વેળાં તેમની એક ભેંસનું પુછડું બાઇકને અડી જતાં ગામના જ મુજફ્ફર યુનુસ ઉઘરાદાર અને ફારૂક અમીન દેરોલીયાએ બળવંતને અપશબ્દો ઉચ્ચારી તારી બેંસનું ધ્યાન રાખ અમારી બાઇકને નુકશાન કરે છે તેમ કહેતાં બળવંતે જણાવ્યું હતું કે આ જાનવરો છે તેમને શું ખરબ પડે તેમ કહીં તે ઘરે જતાં રહ્યાં હતાં. દરમિયાનમાં ઘટનાનું ઉપરાણું લઇને આફતાબ સિરાજ દુધવાલા નવાબ અમીન ઉઘરાદારે તેના ઘરે આવી બળવંત ેમજ તેના મોટા મમ્મી જશીબેન તેમજ ભાનુબેન સહીતનાઓ પર હૂમલો કરી ઇજાઓ પહોંચાડી હતી.

ઘટનામાં સિરાજ અલ્લી સુલેમાન દુધવાલાએ ફરિયાદ નોંધાવી હતી કે, સાંજે તે ઘરે હતો ત્યારે તેને જાણ થઇ હતી કે, તેનો પુત્ર આફતાબ બાઇક લઇને આવતો હતો. ત્યારે ભરવાડના છોકરા સાથે તેને ઝડઘો થયો છે. જેથી તે ત્યાં જતાં મામલામાં સમાધાન થઇ ગયું હોઇ પરત ઘરે જતાં હતાં. તે વેળાં રાજૂ ભરવાડ તેમને મળતાં તેણે તારો છોકરો કેમ ઝઘડો કે છે તેમ કહીં તેમના પર હૂમલો કર્યો હતો. રાજૂનુ ઉપરાણું લઇને અંકુર રાજુ આહિર, બળવંત મના આહિર તેમજ યશ ધના આહિરે પણ તેને માર મારી ઇજાઓ પહોંચાડી હતી.

અન્ય સમાચારો પણ છે...