તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:ટંકારીયામાં ફોન નંબર ન આપતા માતા અને પુત્રે યુવતીને માર માર્યો

ભરૂચ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • યુવતી સ્કૂલે જતી હતી ત્યારે બનેલી ઘટના

ટંકારીયામાં આવેલી બચ્ચા સ્ટ્રીટમાં 33 વર્ષીય યુવતી પોતાના પરિવાર સાથે રહીને ખાનગી સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે.બુધવારના રોજ યુવતી તેના રાબેતા મુજબના સમય ઉપર સ્કૂલ ઉપર જવા નીકળી હતી.તે સમયે તેના વિસ્તારમાં જ રહેતો જાબીર મુસા બચ્ચા નામનો ઈસમ ત્રણથી ચાર દિવસથી તેણીનો મોબાઈલ નંબર માંગતો હતો.જેથી તેણીએ મોબાઈલ નંબર આપવાની ના પાડી હતી.

જાબીરે તેની યુવતીની મોપેડ નજીક આવીને એક દમ તેની જાંઘ પર ટપલી મારીને તેણે પાછળ જોતા તેણે યુવતીની છાતી ઉપર હાથ મૂકીને જણાવ્યું હતું કે, તું બુમ ના પાડતી તેમ કહીને એક દમ ઉશ્કેરાય જઈને યુવતીના વાળ પકડીને ઢીંકાપાટુનો માર મારીને બૂમો પાડીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જોકે યુવતીએ બૂમો પાડતા જાબીરની માતા પણ બહાર આવીને પુત્રનું ઉપરાણું ખેંચીને યુવતીને અપશબ્દો આપીને બંનેયે માર માર્યો હતો.જેથી યુવતીને ઇજાઓ થતા સારવાર હેઠળ દાખલ કરાઇ હતી.પાલેજ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો