શ્રદ્ધાળુઓ ઉમટ્યાં:શુક્લતીર્થના મેળામાં 3 દિવસમાં એસટીને રૂ. 3.50 લાખની આવક

ભરૂચ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા-રાજ્યભરમાંથી શુક્લતીર્થના મેળામાં 5 લાખ જેટલા શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં હતા

ભરૂચ તાલુકામાં આવેલાં શુક્લતીર્થ ગામે યોજાતાં કાર્તિકી પુર્ણીમાના 5 દિવસના મેળામાં જિલ્લા અને રાજ્યભરમાંથી 4થી 5 લાખની જનમેદની ઉમટ પડી હોય છે. ત્યારે કોરોના બે વર્ષ મેળો બંધ રહ્યા બાદ આ વર્ષે મેળામાં 4 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટ્યાં હતાં. શુક્લતીર્થ જવા માટે શ્રદ્ધાળુઓને સરળતા પડે તે માટે એસટી વિભાગે 30થી વધુ બસો ફાળવી હતી. જેના પગલે એસટી વિભાગે માત્ર 3 દિવસમાં 3.50 લાખની આવક મેળવી હતી. ભરૂચ તાલુકાના શુક્લતીર્થ ગામે દરવર્ષે કાર્તિકી અગિયારસથી પુનમ સુધી જાત્રા ભરાય છે.

જેનું પૌરાણિક મહત્વ હોવાને કારણે રાજ્યભરમાંથી 4 થી 5 લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓ મેળો મહાલવા ઉમટી પડતાં હોય છે. શુક્લતીર્થની જાત્રામાં લાખો શ્રદ્ધાળુંઓ મા સલીલામાં પાવન સ્નાન કરવા સાથે દર્શન તથા પિતૃતર્પણ કરી પાંચ દિવસના મેળો મનાવશે. કેટલાંક ગામના લોકો શુક્લતીર્થ ખાતે જ તંબુ બાંધીને રહે છે. જોકે, બે વર્ષ કોરોનાને કારણે મેળો નહીં યોજાતાં આ વર્ષે વધુ લોકો ઉમટે તેવી શક્યતાઓ વચ્ચે મેળા સંચાલકોએ તમામ સુવિધાઓ ઉપ્લબ્ધ કરાવાઇ હતી.

બીજી તરફ શુક્લતીર્થ ખાતે જનમેદની ઉમટી પડતી હોઇ તેમની અવર-જવર માટે એસટી વિભાગ દ્વારા ખાસ ટ્રીપો દોડાવામાં આવી હતી. જે માટે 30 બસો ફાળવવામાં આવી હતી. મેળાના માત્ર ત્રણ જ દિવસમાં 464 ટ્રીમોમાં કુલ 12,688 લોકોને મુસાફરી કરાવી એસટી વિભાગે કુલ 3.50 લાખની આવક મેળવી હતી.

વર્ષ 2018 કરતાં આવક ઘટી
વર્ષ 2018 માં જ ભરૂચ એસટીને મેળા થકી 3 દિવસમાં રૂપિયા 5.36 લાખની આવક થઈ હતી. એસટી બસમાં જ 21621 લોકોએ મુસાફરી કરી મેળો મહાલ્યો હતો. જોકે આવ વર્ષે મુસાફરોની સંખ્યા ઘટીને માત્ર 12,688 થવા સાથે માત્ર 3,50,274 જેટલી આવક થઇ હતી. જે વર્ષ 2018ની સરખામણીમાં અંદાજે 1.85 લાખ ઓછી રહી હતી. ફિટનેશ સર્ટીના વિલંબને લઇ મેળાને લંબાવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...