તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાંડીયાત્રા:સમનીમાં આરોગ્ય મંત્રી યાત્રિકોનું સ્વાગત કરીને દાંડીયાત્રામાં જોડાયા

ભરૂચ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કેરવાડામાં પરદાદાની પરંપરા જાળવી યાત્રિકોને રૂા.501ની થેલી એનાયત

દાંડીયાત્રાના બારમા દિવસે આરોગ્ય પરિવાર કલ્યાણ રાજય મંત્રી કિશોર કાનાણી (કુમાર) સમની રોડ ખાતે દાંડી યાત્રિકોનું સુતરની આંટીથી સ્વાગત કર્યું હતું. આ વેળાએ અધિકારીઓ અને પદાધિકારીઓ પણ દાંડીયાત્રિકોના સ્વાગતમાં જોડાયા હતા. દાંડીયાત્રાનું સ્વાગત કર્યા બાદ મંત્રીએ સમની રોડથી ગાંધી આશ્રમ-સુધી પદયાત્રા કરી યાત્રિકોના ઉત્સાહ વધાર્યો હતો.

કેરવાડા ગામના જ મયુરધ્વજસિંહ રાણાએ પોતાના પરદાદાની પરંપરા જાળવીને દાંડીયાત્રિકોને રૂ.501 ની થેલી એનાયત કરી હતી તેમણે જણાવ્યું હતું કે 1930 ની સાલમાં જયારે પૂ. ગાંધીજી કેરવાડાના આ દરબારગઢ ખાતે પાંચ મિનિટ ભાષણ કર્યું હતું અને મારા પરદાદાઓએ તે વખતે પૂ. ગાંધીજીને રૂ..501 ની થેલી એનાયત કરી હતી.દાંડીયાત્રા સમની ખાતે રાત્રિ રોકાણ દરમ્યાન રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ થયા હતા.સભામાં કિશોર કાનાણીએ જણાવ્યું હતું કે,જે દેશની ભાવિ પેઢી દેશનો ભવ્ય ઇતિહાસ ન જાણતી હોય તે દેશ સુરક્ષિત ન રહી શકે. દેશની આઝાદીનો સંગ્રામ – સૌ સ્વાતંત્રયવીર લડવૈયાઓના રાષ્ટ્પ્રેમ ભાવને ભાવિ પેઢી સમજે- અતિતના ઇતિહાસમાંથી પ્રેરણા લે તેવો રાષ્ટ્રપ્રેમ આ અમૃત મહોત્સવ ભાવિ પેઢીમાં ઉજાગર કરશે તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો