તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુવાન ડૂબ્યો:ધૂળેટી મનાવવા માટે યુવાન મિત્રો સાથે નર્મદા નદીમાં નાહવા પડ્યો, એકાએક નદીના વહેણમાં યુવક તણાઇ ગયો

ભરૂચ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકા ખાતે નર્મદા નદીમાં ડૂબી જવાથી એક યુવાનનું મોત થયુ
 • ડુબી જનાર યુવાન ઝઘડિયાના રાણીપુરા ગામનો વતની હતો

ભરૂચ જિલ્લા માટે ધૂળેટી પર્વનો સમગ્ર દિવસ શાંતિમય અને હર્ષોલ્લાસ સાથે રહ્યા બાદ સાંજનો સમય ગોઝારો સાબિત થયો હતો. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકા ખાતે નર્મદા નદી કિનારે ડૂબી જવાથી એક યુવાનનું મોત નિપજતાં ગમગીનીનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો.

ઘટના બની તે પૂર્વે નર્મદા નદી કિનારે લોકોનો મેળાવડો જામ્યો હતો

ધૂળેટી પર્વને મનાવવા માટે યુવાન તેના મિત્રો સાથે નર્મદા નદીમાં નહાવા ગયો હતો. જે વેળા એકાએક નદીના પાણીમાં તે તણાવા લાગ્યો હતો. અને જોતજોતામાં તે ડૂબી ગયો હતો. ઝઘડીયાથી કબીરવડ જવાના રસ્તે આવતી નર્મદા નદીમાં ડૂબી જવાથી યુવાનનું મોત નિપજયું હતું. ડુબી જનાર યુવાન ઝઘડિયાના રાણીપુરા ગામ નો 22 વર્ષીય દર્પણ પટેલ હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટના બની તે પૂર્વે નર્મદા નદી કિનારે લોકોનો મેળાવડો જામ્યો હતો. જે બાદ યુવાન ડૂબી જવાના સમાચાર મળતા જ એકાએક લોકો ઉડન છુ થઇ ગયા હતા.

કોરોના કાળમાં ધૂળેટી પર મનાઈ હોવા છતાં લોકો બેફામ બન્યા હતા. અને જે બાદ આ ઘટના બનતા લોકોમાં ગમગીની છવાઇ ગઇ હતી. ઘટનાની જાણ થતાં વહીવટી તંત્ર પણ દોડતું થયું હતું. અને યુવાનના મૃતદેહને શોધી કાઢી તેના પરિવારજનોને સોંપ્યો હતો. ઘટનાની વધુ તપાસ ઝઘડિયા પોલીસ ચલાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો