તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:રાજપીપળામાં ગટરના પાણી માર્ગો પર રેલાયા

રાજપીપલાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વાસુ હેરિટેજ કોમ્લેક્સનું દુષિત પાણી ખુલ્લામાં વહ્યું

રાજપીપલા શહેરમાં પ્રવેશતા માં વડીયા પેલેસ આવે છે જેની સામે એક વાસુ હેરિટેજ નામના કોમ્લેક્સ બનાવવા માં આવી છે. 80 મકાનો અને આગળ 20 દુકાનો આવેલી છે આ તમામ ઘરો અને દુકાનો ના ગંદા પાણીના નિકાલ ની ગટર લાઈન આપી જેને બિલ્ડરે કોમ્લેક્સ બહાર થી જતી સરકારી વસાહત વડીયા પેલેસની લાઈન માં જોડી દીધી કોઈની પરમિશન લીધી નહિ. જોકે ગટર લાઈનમાં વપરાશ વધતા ચોકઅપ થવાની શરૂઆત થઇ એટલે માર્ગ મકાન વિભાગ ને ખબર પડતા આ કનેક્શન કાપી છૂટું કરી દેવામાં આવ્યું હવે બિલ્ડર કે સોસાયટી વાળા કાંઈ જોતા નથી તેમનું વાપરેલું પાણી ખુલ્લા જાહેર મુખ્ય રોડ પર ફેલાઈ રહ્યું છે અને વહી રહ્યું છે દુષિત પાણી જાહેર માર્ગ પર ફરીવળાતા રોડ પર ઉભા રહેતા ખાણી પીણી ની લારીઓ વાળા પરેશાન છે અન્ય દુકાનો છે તેઓ પણ પરેશાન છે આખો દિવસ આ દુષિત પાણી માથું ફાડી નાખે એવી દુર્ગંધ મારે છે ત્યારે આ પાણી બંધ કરવું ફરજીયાત છે. જેથી લોકોનો રોષ વધી રહ્યો છે.

જાહેર રોડ પર દુકાન ધરાવાતા રાજેન્દ્રસિંહ ગોહિલે જણાવ્યું હતું કે આ વાસુ હેરિટેજ ના બિલ્ડર દ્વારા ગટર લાઈનની કોઈ વ્યવસ્થા કરી નથી જે કૉમ્લેક્સના 80 ઘરો માં રહેતા અંદાજિત 200 લોકોના વપરાશ નું પાણી જાહેર માર્ગ પર ફરે કેટલે અંશે વ્યાજબી સોસાયટીના લોકો તો અંદર રહેતા હોય તેમને આ પાણી નથી નડતું તેમની લીધે બીજા પરેશાન થાય છે જાહેર માર્ગ પર થી પસાર થતા વાહનો થી છાંટા ઉડે લોકોનાંકપડાં બગાડે છે, હવે સોસાયટીના લોકો ભેગા થઇ ને આ પાણી ના નિકાલ માટે કોઈ વ્યવસ્થા કરે અથવા પંચાયત કરે તો જ કઈ થાય માટે ઝડપથી કરે તે જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો