• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • In Order To Bring Out The Latent Power In Children In Bharuch, MP Sports Competition Was Organized, 265 Contestants Participated Enthusiastically.

"રમશે ભરૂચ, જીતશે ભરૂચ":ભરૂચમાં બાળકોમાં રહેલી સુસુપ્ત શક્તિ બહાર લાવવા સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન, 265 સ્પર્ધકોએ ઉત્સાહ ભેર ભાગ લીધો

ભરૂચ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલી ડી એ આનંદપુરા સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે સાંસદે ખેલ સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો
  • યોગા, સ્કેટિંગ, કેરમ, સ્વિમિંગ, કબડ્ડી, રસ્સા ખેંચ સહિતની સ્પાર્ધાઓ યોજાશે

સાંસદ સભ્યના મત ક્ષેત્રમાં શિક્ષણની સાથે સાથે રમત ગમત થકી પણ બાળકોમાં રહેલી સુસુપ્ત શક્તિ બહાર લાવવાના હેતુથી રમશે ભરૂચ, જીતશે ભરૂચ હેઠળ ભરૂચ જિલ્લા રમત ગમત સેલ દ્વારા સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

વિજેતા સ્પર્ધકોને સર્ટિફિકેટ એનાયત

નર્મદા જિલ્લા બાદ ભરૂચ જિલ્લામાં ગતરોજ સાંસદ મનસુખ વસાવા દ્વારા ઝાડેશ્વરના સાંઈ મંદિર નજીક કબડ્ડી, રસ્સા ખેંચ સ્પર્ધાથી સાંસદ ખેલ સ્પર્ધાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે આજરોજ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલી ડી એ આનંદપુરા સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે સાંસદ ખેલ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં યોગા, સ્કેટિંગ, કેરમ અને સ્વિમિંગ જેવી સ્પર્ધાઓમા 265 સ્પર્ધકોએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વિજેતા સ્પર્ધકોને સાંસદ મનસુખ વસાવા, પૂર્વ સહકાર મંત્રી અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે સર્ટિફિકેટ એનાયત કરાયા હતું. આ સ્પર્ધામાં જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, નોટીફાઈડ ભાજપના પ્રમુખ જશું ચૌધરી અને આગેવાનો તેમજ સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...