• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • In Netrang, Congress Workers Staged A Protest Against The Non repair Of Dilapidated Roads By Carrying Out Patchwork Work At Their Own Expense.

કોંગ્રેસનો અનોખો વિરોધ:નેત્રંગમાં બિસ્માર માર્ગોની મરામત ન કરાતા કોંગ્રેસના કાર્યકરોએ સ્વખર્ચ પેચવર્કની કામગીરી હાથ ધરી વિરોધ નોંધાવ્યો

ભરૂચ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિરોધ કરી રહેલા કોંગ્રેસના 24 જેટલા આગેવાનોની પોલીસે અટકાયત કરી

ભરૂચ જિલ્લાના વિવિધ માર્ગો ઉપર પડેલા ખાડાને લઇ કોંગ્રેસ દ્વારા નેત્રંગ ખાતેથી અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. નેત્રંગ તાલુકા યુવા કોંગ્રેસ સમિતિએ અનેક રજૂઆત કરી હોવા છતાં તાલુકામાંથી પસાર થતા બિસ્માર માર્ગોનું પેચવર્ક નહી કરવામાં આવતા આજરોજ સ્વખર્ચ પેચવર્કની કામગીરી હાથ ધરી વિરોધ નોંધાવ્યો હતો. જોકે, પોલીસે વિરોધ કરી રહેલા 24 આગેવાનોની અટકાયત કરી હતી.

ગઈકાલે ખાડાના કારણે ત્રણના મોત થયા હતા
ભરૂચ જિલ્લામાં ચોમાસા દરમિયાન ખાબકેલા ભારે વરસાદને પગલે નેશનલ હાઇવે નંબર-48 સહિતના અત્યંત જરૂરી કહી શકાય તેવા માર્ગો ધોવાઈ જતા બિસ્માર બન્યા છે. જેને પગલે અકસ્માતોની ઘટનાઓ દિનપ્રતિદિન વધી રહી છે સાથે વાહન ચાલકોને ખાડાઓને લઇ ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. ખાડાઓને પગલે ગુરુવારની રાતે નેત્રંગ-ડેડીયાપાડા માર્ગ ઉપર કૂપ ગામના બસ સ્ટેન્ડ નજીક એક પરિવારની કાર ખાડામાં પડ્યા બાદ ડેમના પાણીમાં ગરક થઇ જતા દંપતી સહીત ત્રણ લોકોના મોત નિપજ્યા હતા.
માર્ગો બ્લોક કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી
આ ઘટના બાદ પણ તંત્ર દ્વારા માર્ગોનું પેચવર્ક નહી કરવામાં આવતું હોવાના આક્ષેપ સાથે અનેકવાર રજુઆત છતાં પણ માર્ગની મરામત નહીં કરાતા નેત્રંગ તાલુકા યુવા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયેશ વસાવા, ઉપપ્રમુખ મોશિન પઠાણ અને આગેવાન શેરખાન પઠાણની આગેવાનીમાં સ્વખર્ચ પેચવર્ક કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ વિરોધ પ્રદર્શન કરી રહેલા 24 જેટલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. તંત્ર દ્વારા બે દિવસમાં પગલાં નહીં લેવામાં આવે તો જિલ્લાના તમામ માર્ગો બ્લોક કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...