હડકાયા શ્વાને આંતક મચાવ્યો:જંબુસરના મંગણાદ ગામે હડકાયા શ્વાને નાના બાળકો સહિત અનેક લોકોને બચકા ભરી લીધા

ભરૂચ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના મંગણાદ ગામે શ્વાન હડકાયું થતાં ગામમાં નાના બાળકો સહિત અનેક લોકોને બચકા ભરી લીધા હતા. જેથી તેઓને ઈજાઓ પહોંચી હતી. મંગણાદ ગામ પાસે આવેલી સુપરસોલ્ટ કંપનીના કોન્ટ્રાકટ મજૂરોની વસાહતમાં ઘુસી જતાં ચારથી પાચ નાના ભૂલકાઓ કુતરાના કરડવાનો ભોગ બન્યા છે અને તમામને રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યાં હતા.

આ નાના ભૂલકાઓના વાલિઓએ કંપની કોન્ટ્રાકટરને જાણ કરતા કંપનીના હેડ દ્વારા જીવદયા તથા ગામ પંચાયત વહીવટી તંત્રને જાણ કરવાનું જણાવવામાં આવ્યું હતું. પંથકમાં અવાર નવાર શ્વાન કરડવાના અને બાઈકની પાછળ શ્વાન દોડવાની ઘટનાનો બની રહી છે. ત્યાર હાલ તો ઇજા ગ્રસ્તને રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...