તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેક્સિનેશન:મકતમપુરમાં દ.ગુ. વીજ કંપની ખાતે કોરોનની રસીકરણનો કેમ્પ યોજવામાં આવ્યો

ભરૂચ10 દિવસ પહેલા
 • મકતમપુર સ્થિત વર્તુળ કચેરી ખાતે કોરોનાની રસીકરનનો કેમ્પ યોજવામાં આવ્યો

ભરૂચ જીલ્લામાં દક્ષિણ ગુજરાત વીજ કંપની તથા અન્ય સંલગ્ન કંપનીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે આજરોજ મકતમપુર સ્થિત વર્તુળ કચેરી ખાતે કોરોનાની રસીકરનનો કેમ્પ યોજવામાં આવ્યો હતો. કર્મચારીઓએ પ્રથમ ડોઝ લીધા બાદ બીજા ડોઝ માટે આ કેમ્પ યોજવામાં આવ્યો હતો.

કેમ્પમાં તમામ કર્મચારીઓને રસી મૂકવામાં આવી હતી. કોરોના મહામારી સામે લડવા માટે રસીએ ઉત્તમ સાબિત થઈ રહી છે. ત્યારે જિલ્લાના તમામ લોકોને પણ આ રસી લેવા અપીલ કરવામાં આવે છે.

અંકલેશ્વરની કોસમડી ગ્રામ પંચાયત દ્વારા આયુર્વેદ ઉકાળાનું વિતરણ

ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ અને કોસમડી ગ્રામ પંચાયત દ્વારા આજરોજ કોરોના મહામારી વચ્ચે ગ્રામજનોને આયુર્વેદ ઉકાળાનું વિતરણ કર્યું હતું. જેમાં ગ્રામજનોએ ઉકાળાનું સેવન કર્યું હતું. આ ઉકાળા વિતરણમાં ગ્રામ પંચાયતના સરપંચ અજિત વસાવા અને સભ્યો તેમજ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગની શાખાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો