હુકમ:દહેજ માટે ત્રાસ ગુજારતા સાસુ સસરાને 6 માસની કેદનો હુકમ

ભરૂચ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દેરોલની યુવતીના લગ્ન દયાદરા ગામે થયાં હતાં

ભરૂચના દેરોલ ગામની યુવતિના દયાદરાના યુવાન સાથે લગ્ન થયાંના થોડાં જ સમયમાં તે રોજગારઅર્થે વિદેશ જતો રહ્યો હતો. દરમિયાનમાં સાસરિયાઓ દ્વારા તેને દહેજ માટે માનસિક અને શારીરિક ત્રાસ ગુજારતાં પરીણિતાએ સાસરીના 5 સભ્યો વિરૂદ્ધ ભરૂચ તાલુકા પોલીસ મથકે ફરિયાદ કરી હતી.

ભરૂચ તાલુકામાં આવેલાં દેરોલ ગામના યાકુબ આદમ હવેલીવાલાની પુત્રી અસમાબાનુના લગ્ન વર્ષ 2006માં દયાદરા ગામના હનિફ દાઉદ ઇસ્માઇલ પટેલ સાથે થયાં હતાં. લગ્નના થોડા સમય બાદ જ તે રોજગાર અર્થે જામ્બીયા જતો રહ્યો હતો. દરમિયાનમાં તેની સાસુ જુબેદા, સસરા દાઉદ ઇસ્માઇલ, નણંદોઇ મુસ્તાક વલી શેઠ, નણંદ નફીસા તેમજ અન્ય એક નણદોઇ રિયાઝ અહમદ ગુલામ પટેલ દ્વારા તારા બાપે દહેેજમાં કાંઇ આપ્યું નથી તેમ કહીં શારીરિક માનસિક ત્રાસ ગુજારતાં તેણે ભરૂચ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

જે અંગે ભરૂચના ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં કેસ ચાલી ગયો હતો. જેમાં સરકારી વકીલ આર. કે. પટેલની દલીલો બાદ કોર્ટે તેના નણંદ તેમજ બે નણદોઇને નિર્દોષ ઠેરવી તેમને છોડી મુકવાનો હુકમ કર્યો હતો. જ્યારે તેના સાસુ જુબેદાબેન તેમજ સસરા દાઉદઇસ્માઇલભાઇને કસુરવાર ઠેરવી આઇપીસીની કલક 498(ક) હેઠળ છ મહિનાની કેદ તેમજ બન્નેને કુલ 40 હજારનો દંડ ફટકાર્યો હતો. દંડ પૈકીની 30 હજારની રકમ ફરિયાદીને વળતર પેટે ચુકવવા હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...