તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:છુટાછેડા બાદ સંતાનો પરત નહીં આપી સસરાનો જમાઇ પર પાઇપથી હુમલો, એટ્રોસિટીની ફરિયાદ

ભરૂચ15 દિવસ પહેલા
 • કૉપી લિંક

ભરૂચના લીંકરોડ પર આવેલી આલ્ફા સોસાયટીમાં રહેતાં મેહૂલ જશવંત વાઘેલાએ અયોધ્યાનગર ખાતે રહેતાં વિનોદભાઇ લિમ્બચિયાની પુત્રી આરતી સાથે 13 વર્ષ પહેલાં પ્રેમલગ્ન કર્યાં હતાં. દાંપત્યજીવનમાં તેમને બે સંતાનોનું સુખ મળ્યું હતું. દરમિયાનમાં દંપતિ વચ્ચે કોઇકારણસર અણબનાવ થતાં પાંચેક મહિના પહેલાં બન્નેએ રાજીખુશીથી છુટાછેડા લીધાં હતાં. જે બાદ બન્ને સંતાનોની કસ્ટડી તેની પાસે હતી.

ત્રણ મહિના બાદ તેની પત્ની આરતી બન્ને સંતાનોને બે દિવસ બાદ પરત મુકી જવાની શરતે બન્ને સંતાનોને લઇને પિયરે ગઇ હતી. જોકે, બાદમાં તેણે સંતાનો પરત મોકલ્યાં ન હતાં. જેના પગલે તેણે ફોન કરતાં તેના સસરાએ બાળકો નહીં મળે તેવી ફોન પર ધમકીઓ આપી હતી. જે બાદ ગત બુધવારે તે તેના સંતાનોને લેવા જતાં તેના સસરા વિનોદ લિમ્બચિયાએ તેને જાતિવિષયક અપશબ્દો ઉચ્ચારી લોખંડની પાઇપના સપાટા મારી હતી.ઇજાગ્રસ્તને સિવિલમાં ખસેડાયો હતો.મેહૂલે તેના સસરા વિરૂદ્ધ એટ્રોસિટીનો ગુનો નોંધાવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો