તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવા કાર્ય:આમોદ તાલુકાનાં કોઠી વાંતરસા ગામમાં યુવાનોએ એન.આર.આઈ.દાતાની મદદથી ગામમાં કોવિડ કેર સેન્ટર શરૂ કર્યું

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોવિડ કેર સેન્ટરમાં અત્યાર સુધી 30થી વધુ દર્દીઓ સાજા થયા
  • હોમ આઇસોલેટ દર્દીઓને યુવાનો ઘરે સારવાર આપે છે

આમોદ તાલુકાનાં નાનકડા કોઠી વાંતરસા ગામમાં યુવાનોએ ગામમાં દાતાઓની મદદથી કોવિડ કેર સેન્ટર ઊભું કર્યું છે. જેમાં કોરોનાના દર્દીઓને સારવાર અપાઇ રહી છે.

વાંતરસા ગામમાં યુવાનોએ માનવતાની મહેકાવી

કોરોના મહામારીમાં અનેક સરકારી, ખાનગી હોસ્પિટલોમાં તમામ બેડ ફૂલ છે. ત્યારે છેવાડાના ગામના દર્દીઓને સ્થાનિક સ્થળે સારવાર મળી રહે તે માટે આમોદ તાલુકાનાં નાનકડા કોઠી વાંતરસા ગામમાં યુવાનોએ માનવતાની મહેકાવી છે. ગામના યુવાનોએ ડો.આરીફ, ડો.ઇમરાન તેમજ એન.આર.આઈ.દાતાઓની મદદથી ગામમાં કોવિડ કેર સેન્ટર ઊભું કર્યું છે. અને કોરોના દર્દીઓને સારવાર આપી રહ્યાં છે.

તમામ ગ્રામજનો પણ યુવાનોને મદદ કરે છે

આ કોવિડ કેર સેન્ટરમાં અત્યાર સુધી 30થી વધુ દર્દીઓ સાજા થઈ પરત ઘરે ફર્યા છે. તો હોમ આઇસોલેટ દર્દીઓને પર ઘર બેઠા સારવાર આપવામાં આવી રહી છે. આ સેન્ટર ખાતે તમામ ગ્રામજનો પણ યુવાનોને મદદ કરે છે. ત્યારે જિલ્લાના તમામ ગામોમાં કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓને સારવાર આપવામાં આવે તો મૃત્યુ દર સાથે કોરોનાના દર્દીઓની સંખ્યામાં પણ ઘટાડો થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...